🔥 TRENDING Supreme Court to Hear Tamil Nadu’s Ple... Teenager Dies After Electrocution Whil... AIG Mishra Sentenced to Life Imprisonm... MP High Court Orders DGP to Re‑evaluat... Bengal Volunteer’s Father Dies After A... Bihar Sees Record Turnout
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ગારીયાધાર એસ.ટી. બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા અભિયાન અને જાગૃતિ રેલી

✍️ Reporter: Makvana Jaydip 🗓 16 Aug 2026, 05:32 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગારીયાધાર એસ.ટી. બસ સ્ટેશન ડેપો ખાતે આજે ડેપો પર હાજર કર્મચારીઓ તેમજ સફાઈ કર્મચારીઓ દ્વારા સંયુક્ત રીતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત બસ સ્ટેશન પરિસરમાં સફાઈ કામગીરી કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, ડેપો સ્ટાફ દ્વારા મુસાફર જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન મુસાફરોને બસ સ્ટેશન તેમજ એસ.ટી. બસોમાં સ્વચ્છતા જાળવવા અને કચરો ગમે ત્યાં ન નાખવા અપીલ કરવામાં આવી હતી.

ડેપો સ્ટાફ દ્વારા મુસાફરોને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ જાળવવામાં સહભાગી બનવા તેમજ સ્વચ્છતા પ્રત્યે ગંભીરતા દાખવવા અપીલ કરવામાં આવી હતી.

“સ્વચ્છ બસ સ્ટેશન, સ્વસ્થ મુસાફર — સ્વચ્છ ભારત, સુંદર ભારત.”
📲Get App