🔥 ट्रेंडिंग हरियाणा की 19 वर्षीय मॉडल ने न्यू यॉर्... विजय यात्रा के बाद हत्या के आरोपी को प... छत्तीसगढ़: धमतरी में बहाव के बीच बिस्त... छत्तीसगढ़ मंत्री के रिश्तेदार कांग्रेस... छत्तीसगढ़ के घोलेग में आधुनिक वस्त्र प... गुलज़ार सिंह की आत्महत्या के बाद पंजाब...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રાષ્ટ્રીય

✍️ रिपोर्टर: Soni Hemantkumar Vinodlal 🗓 15 अग. 2026, 04:24 PM 👁 54
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાષ્ટ્રીય

એસ. આર. હાઈસ્કૂલ, દેવગઢ બારીઆ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય અને શાનદાર ઉજવણી
સ્થળ: દેવગઢ બારીઆ
તારીખ: ૧૫ ઓગસ્ટ ૨૦૨૬
આજ રોજ દેવગઢ બારીઆ સ્થિત એસ. આર. હાઈસ્કૂલ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની પરંપરાગત રીતે, ધામધૂમ અને રંગેચંગે દેશપ્રેમના માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વે શાળા પરિવાર અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગણમાન્ય અતિથિઓની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આ ગૌરવશાળી કાર્યક્રમમાં બારીઆ કેળવણી મંડળ અને એસ. આર. હાઈસ્કૂલના પ્રમુખશ્રી માનનીય શ્રીમંત રાજમાતા ઉર્વશીદેવીજી - બાપુરાજ સાહેબ, આદરણીય અને માનનીય ઉપપ્રમુખશ્રી શ્રીમંત મહારાજા તુષારસિંહજી - બાબા સાહેબ, માનદ મંત્રી શ્રી માનનીય અને આદરણીય કિરીટસિંહ ચૌહાણ સાહેબ, માનનીય યુવરાજશ્રી અરુણોદયસિંહજી તથા તેમના મિત્રમંડળની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ ઉપરાંત બારીઆ કેળવણી મંડળના માનનીય સભ્યશ્રીઓ, શાળાના આદરણીય ભૂતપૂર્વ આચાર્ય શ્રી જે. જે. પટેલ સાહેબ, આદરણીય ભૂતપૂર્વ શિક્ષકો શ્રી એ. ઓ. શાહ સાહેબ અને શ્રી વી. એન. રાણા સાહેબ, માનનીય ગૃહપતિ શ્રી ધવલભાઈ સાહેબ, ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી જયેન્દ્રસિંહજી રાઉલજી, ડી.એલ.એસ.એસ. (DLSS) ના માનનીય કોચીસ, માસ્ટર ટ્રેનર્સ, ટ્રેનર્સ, અન્ય કર્મચારીગણ, આમંત્રિત માનનીય નગરશ્રેષ્ઠીઓ, આદરણીય વાલીગણ અને શાળાના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી શ્રીમંત મહારાજા તુષારસિંહજી બાબા સાહેબના વરદ હસ્તે આન, બાન અને શાન સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સૌ ગણમાન્ય મહેમાનો અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી, રાષ્ટ્રગીતનું સામૂહિક ગાન કર્યું હતું અને દેશસેવા માટેની રાષ્ટ્રીય પ્રતિજ્ઞા લીધી હતી. ઉપસ્થિત સૌએ એકબીજાને ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
ઉજવણીનાં વિશેષ આકર્ષણ તરીકે 'વંદે માતરમ્' અને રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ રહ્યો હતો.
આ વર્ષની ઉજવણીનું મુખ્ય આકર્ષણ વૈચારિક અને ઐતિહાસિક જ્ઞાન પૂરું પાડતું વિશેષ સત્ર હતું. રાષ્ટ્ર ગાન 'વંદે માતરમ્' ની રચનાનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નિમિત્તે ગીતનો ઐતિહાસિક સંદર્ભ અને તેનું મહત્વ ખાસ સમજાવવામાં આવ્યું હતું. સાથે જ, ભારતીય રાષ્ટ્રધ્વજનાં રચયિતા પિંગલી વેંકય્યાનું બલિદાન અને યોગદાન, રાષ્ટ્રધ્વજમાં સમયાંતરે થયેલા ફેરફારો અને તેની સાથે જોડાયેલા ઐતિહાસિક પ્રસંગો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની ખાસ યાદગાર ક્ષણોમાં
દેવગઢ બારીઆ રાજવી પરિવારની ત્રણ પેઢીની વિશેષ ઉપસ્થિતિ હતી. આ કાર્યક્રમની સૌથી ઐતિહાસિક અને યાદગાર ક્ષણ એ રહી કે દેવગઢ બારીઆ રાજવી પરિવારની ત્રણ પેઢીઓ એકસાથે મંચ પર ઉપસ્થિત રહી હતી, આ ઉપસ્થિતીએ કાર્યક્રમની શોભામાં અનેરી અભિવૃદ્ધિ કરી હતી.
આ ખાસ રાષ્ટ્રીય પર્વે શાળાની વિદ્યાર્થિની બહેનોએ સ્વાતંત્ર્ય પર્વની થીમ પર ફૂલો અને રંગોની મદદથી બનાવેલી આકર્ષક રંગોળીએ સૌના મન મોહી લીધા હતા. શાળાના સ્પોર્ટ્સના વિદ્યાર્થીઓ પોતાના ટ્રેકસૂટમાં અને એસ.પી.સી. (SPC) ની વિદ્યાર્થિનીઓ પોતાના ખાસ ગણવેશમાં સજ્જ થઈને શિસ્તબદ્ધ રીતે કાર્યક્રમમાં જોડાયા હતા, સૌ વિદ્યાર્થીઓની ઉપસ્થિત એ ખાસ લશ્કરી શિસ્તનો અહેસાસ કરાવ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ વહેંચીને મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણીના પ્રસંગે શાળાના આચાર્ય શ્રી એમ. આઈ. અરબ સાહેબ અને સુપરવાઈઝર શ્રી એન. એલ. હઠીલા સાહેબે ઉપસ્થિત સૌને સ્વાતંત્ર્ય પર્વની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત બિરદાવીને આ રાષ્ટ્રીય કાર્યક્રમને અત્યંત સફળ અને યાદગાર બનાવવા બદલ સૌને વિશેષ અભિનંદન અને આભાર પાઠવ્યો હતો. સાચે જ આ 80 મો રાષ્ટ્રીય પર્વ વિદ્યાર્થી જીવનની વિશેષ સ્મરણાંજલિ બની રહેશે તેવી ઉમદા ભાવના સાથે સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના રંગે રંગાઈને હર્ષોલ્લાસ સાથે સફળ રીતે સંપન્ન થયો હતો.
📲Get App