🔥 TRENDING Saif Ali Khan Asked to Appear Nude in... Sonam Bajwa Celebrates Birthday in 202... FDA Issues Notices to Shah Rukh Khan,... Ishwak Singh Stresses India's Strength... Governor Hosts 'At Home' Event at Lok... Himachal Pradesh Disburses ₹20.61 Cror...
16 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માતૃભૂમિ નવા આગરિયા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: મયુર બગડાએ શાળાને સ્વાતંત્ર્ય સેનાનીઓની ફોટોફ્રેમ અર્પણ કરી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Aug 2026, 03:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નાના એવા ગામમાં યુવાનનું પ્રશંશની કાર્ય

માતૃભૂમિ નવા આગરિયા પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી: મયુર બગડાએ શાળાને સ્વાતંત્ર્ય સેનાનીઓની ફોટોફ્રેમ અર્પણ કરી

નવા આગરિયા:
આજરોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે નવા આગરિયા ગામની પ્રાથમિક શાળામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગામના વતની અને શાળાના પૂર્વ વિદ્યાર્થી મયુર બગડાએ પોતાની માતૃભૂમિ તથા જ્યાં તેમના સંસ્કારોનું સિંચન થયું તેવા નવા આગરિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.

મયુર બગડાએ દેશની દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશભક્તોના ફોટોફ્રેમ શાળાને સપ્રેમ ભેટરૂપે અર્પણ કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા તેમના ગુરુજીએ મયુર બગડાનું સન્માન કરી તેમની સેવાભાવનાને બિરદાવી હતી.

આ પ્રસંગે મયુર બગડાએ જણાવ્યું હતું કે, “ગામનો દીકરો, કામનો દીકરો” માત્ર સૂત્ર ન રહે, પરંતુ તેને સાર્થક કરવા માટે પોતાના વિસ્તાર અને સમાજ માટે સારા કાર્યો કરવાનો સંકલ્પ કાયમી રીતે જાળવી રાખીશ.

સ્વાતંત્ર્ય પર્વના પાવન અવસરે પોતાની જ શાળાને દેશભક્તિની પ્રેરણા આપતી ફોટોફ્રેમ ભેટ આપવાની આ પહેલને ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા આવકારવામાં આવી હતી.
📲Get App