🔥 TRENDING MoEFCC and National Biodiversity Autho... તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ખાંભા તાલુકાના... नरसी कुलरिया ने विश्वकर्मा पूजन महोत्स... ‘मेरे सपनों का भारत–सेवा चित्र’ अभियान... કડોદરા-બારડોલી રોડ પર ડમ્પર ચાલકની બેદ... વિસાવદરના ગરાસ માટે અંગ્રેજો સામે લડના...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટના મવડી બ્રિજ પર તેલ ઢોળાતાં સર્જાઈ લપસણી  અનેક વાહનચાલકો સ્લિપ થઈ પટકાયા, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો
Local

રાજકોટના મવડી બ્રિજ પર તેલ ઢોળાતાં સર્જાઈ લપસણી  અનેક વાહનચાલકો સ્લિપ થઈ પટકાયા, ફાયર ટીમે પાણીનો મારો ચલાવી રસ્તો સાફ કર્યો

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 15 Aug 2026, 01:22 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટ:
રાજકોટ શહેરમાં આવેલા મવડી બ્રિજ પર તેલનો ડબ્બો ઢોળાવાની ઘટના સામે આવી છે. બ્રિજ પર મોટા પ્રમાણમાં તેલ ઢોળાતાં રસ્તા પર લપસણી સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ત્યાંથી પસાર થતાં અનેક વાહનચાલકો અચાનક સ્લિપ થઈને નીચે પટકાયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, મવડી બ્રિજ પર અચાનક કોઈ વાહનમાંથી તેલનો ડબ્બો ઢોળાઈ જતાં આખા રોડ પર તેલની રેલમછેલ થઈ ગઈ હતી. તેલના કારણે રોડ અત્યંત ચીકણો થઈ જતાં બાઈક અને સ્કૂટર જેવા દ્વિચક્રી વાહનચાલકોના વાહનો કાબૂ બહાર જઈને સ્લિપ થવા લાગ્યા હતા. એક પછી એક વાહનો લપસતાં બ્રિજ પર થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ જોખમી પરિસ્થિતિ જોઈને ત્યાં હાજર એક જાગૃત નાગરિકે તાત્કાલિક ફાયર વિભાગને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે તાત્કાલિક બ્રિજ પર પાણીનો ભારે પ્રેશરથી મારો ચલાવી તેલને સાફ કર્યું હતું, જેના પગલે મોટો અકસ્માત સર્જાતાં ટળ્યો હતો અને વાહનવ્યવહાર ફરી સામાન્ય બન્યો હતો.
📲Get App