🔥 TRENDING कालीसिल बांध की नहरों में जमा कचरे से... India vs Zimbabwe One-Day Series Begin... રાકેશભાઈ પટેલને ભારતીય ક્રિકેટ કંટ્રોલ... Golden Chariot Luxury Train to Resume... India's FM Jaishankar Visits Azerbaija... Uttar Pradesh Voter List Error: 158 En...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારડીના કોટલાવ ગામે સ્વતંત્ર દિવસની ઉજવણી ધમધમાટથી
Local

પારડીના કોટલાવ ગામે સ્વતંત્ર દિવસની ઉજવણી ધમધમાટથી

✍️ Reporter: Makvana Chandravadan Bahadurblhai 🗓 15 Aug 2026, 12:47 PM 👁 279
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારડી તાલુકાના કોટલાવ ગામે ૧૫ ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણી ધમધમાટથી કરવામાં આવી. કાર્યક્રમમાં ગામના સરપંચ અને ઉપ સરપંચ સહિતના વૉડ સભ્યો હાજર રહ્યા.

પારડી તાલુકાના કોટલાવ ગામે ૧૫ ઓગસ્ટે સ્વતંત્ર દિવસની ઉજવણી ધમધમાટથી કરવામાં આવી. આ પ્રસંગે ગામના સરપંચ દિનેશ ભાઈ હળપતિ અને ઉપ સરપંચ કાજલબેન અમિતભાઈ પટેલ સહિત અનેક વૉડ સભ્યો હાજર રહ્યા હતા.

ગામમાં ગ્રામ પંચાયત અને સ્ટેશન ગુજરાતી સ્કૂલ પ્રાથમિક શાળા ખાતે ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિધાથીઓ, શિક્ષકો અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા દેશભક્તિના ગીતો ગવાયા અને સ્વતંત્રતા સંઘર્ષના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.

આ પ્રસંગે ગામના લોકોમાં દેશભક્તિના ભાવનાને વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો અને વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ ઉજવણીથી ગામમાં એકતા અને ભાઈચારો વધ્યો છે.
📲Get App