🔥 ट्रेंडिंग जलझूलनी एकादशी पर ठाकुर जी महाराज की स... અમરેલી: ધારી તુલસીશ્યામ રોડ પર જીરાના... નવા મુવાડા ક્લસ્ટર કક્ષાની વિકસિત ભારત... बिहार के जामुई में बाल मोशक के आरोपी प... मुजफ्फरपुर: फैक्ट्री कर्मचारी की मौत,... बेंगलुरु में बैठक में मध्यप्रदेश को 12...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત  "સાયકલ તિરંગા યાત્રા" યોજાઈ
स्थानीय

મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત "સાયકલ તિરંગા યાત્રા" યોજાઈ

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 15 अग. 2026, 07:40 AM 👁 51
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

* જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો * ભારતનો રાષ્ટ્રધ્વજ સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની

મહીસાગર જિલ્લાનાલુણાવાડા ખાતે ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત "સાયકલ તિરંગા યાત્રા" યોજાઈ
*
જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સહિત વહીવટીતંત્રના અધિકારીઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
*
ભારતનો રાષ્ટ્રધ્વજ સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. આગામી રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે તથા રાષ્ટ્રધ્વજના સન્માન માટે 'હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લુણાવાડા ખાતે જિલ્લા કક્ષાની "સાયકલ તિરંગા યાત્રા" નું આયોજન કરવામાં આવ્યું હતું.

લુણાવાડા જિલ્લા સેવા સદન ખાતેથી શરૂ થયેલી આ દેશભક્તિ સભર યાત્રામાં મહીસાગર જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ અને પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ અધિકારીશ્રીઓએ જાતે સાયકલ ચલાવીને નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. આ યાત્રામાં જિલ્લાના અન્ય તમામ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં બાળકોએ હાથમાં તિરંગો લહેરાવીને ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ "સાયકલ તિરંગા યાત્રા" નો રૂટ કલેક્ટર કચેરીથી શરૂ થઈને મહિલા પોલીસ ચોકી, લીલાવતી હોસ્પિટલ અને કોટેજ ચોકડી થઈને શ્રી પી.એન. પંડ્યા કોલેજ ખાતે સંપન્ન થયો હતો. યાત્રાના સમગ્ર માર્ગ પર દેશભક્તિના નારા અને રાષ્ટ્રપ્રેમનો અદભુત માહોલ જોવા મળ્યો હતો, જેને નગરજનો દ્વારા પણ ઠેર-ઠેર ઉમળકાભેર આવકારવામાં આવ્યો હતો. આ આયોજન થકી મહીસાગર જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જનભાગીદારીનો ઉત્તમ સંદેશો પૂરો પાડવામાં આવ્યો છે
📲Get App