🔥 TRENDING Uttar Pradesh relaxes building‑map and... Gomti rises, rain alert for 30 UP dist... Akhilesh Yadav warns BJP of nationwide... Four Arrested with Weapons as ASI Nabb... Famed Bandhavgarh tigress Dotty dies;... Madhya Pradesh OBC 27% quota dispute:...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢમાં ‘રાખી મેળો’નો પ્રારંભ, મહિલાઓને આત્મનિર્ભરતાની પ્રેરણા
Local

જૂનાગઢમાં ‘રાખી મેળો’નો પ્રારંભ, મહિલાઓને આત્મનિર્ભરતાની પ્રેરણા

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 14 Aug 2026, 10:38 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢમાં ‘રાખી મેળો – સોનેરી રાખી, સ્વાવલંબનની દોરી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે મહિલાઓના સ્વરોજગાર અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપે છે.

જૂનાગઢમાં ‘રાખી મેળો – સોનેરી રાખી, સ્વાવલંબનની દોરી’નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળામાં મહિલાઓ દ્વારા હાથથી તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રકારની રાખડીઓ તેમજ સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળો મહિલાઓને પોતાના હુન્નર અને કૌશલ્યના માધ્યમથી રોજગારીની નવી તકો પૂરી પાડવા સાથે સ્વાવલંબન તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યો છે.

મેલામાં સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને મહિલાઓની મહેનતને યોગ્ય બજાર મળી રહે તેવો હેતુ પણ સેવાઈ રહ્યો છે. નાગરિકોને મેળાની મુલાકાત લઈ બહેનો દ્વારા તૈયાર કરાયેલા સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા અને ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મજબૂત બનાવવાની અપીલ કરવામાં આવી છે.

આ મેળા દ્વારા મહિલાઓના આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની આ દોરી સમાજને વધુ સશક્ત બનાવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
📲Get App