🔥 ट्रेंडिंग અમરેલી ગજેરા સંકુલ મુલાકાત મુખ્યમંત્રી... રાજુલા મશાલ રેલી રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ 80 સ્વતંત્ર... કડી તાલુકાના અગોલ ગામે कलाकार कुशल दीप भार्गव ने पुरुष अधिकार... मुंबई की राजकुमारी भव्यश्री का राजसी घ...
14 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાહજિકતા અને સરળતા

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 14 अग. 2026, 09:40 PM 👁 13
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સાહજિકતા અને સરળતા


અમરેલી : ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્વે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન સાવરકુંડલા રોડ સ્થિત શેલ્ટર હાઉસના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રીશ્રી અન્ય કાર્યક્રમ માટે રવાના થયા હતા, જોકે, કારમાં બેસી ગયા બાદ તેમણે બહાર ઉપસ્થિત સ્થાનિક અગ્રણીશ્રીઓને જોયા... તેમને મળવાની સહજ ઇચ્છાથી મુખ્યમંત્રીશ્રીએ પોતાની કાર થોભાવી અને બહાર નીકળીને અગ્રણીશ્રીઓ સાથે આત્મીયતાપૂર્ણ મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીની આ સહજ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો સાથે હળવાશભર્યો સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનો આ સરળ અને લાગણીસભર અભિગમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીની સામાન્ય વ્યક્તિ અને સ્થાનિક અગ્રણીશ્રીઓ પ્રત્યેની આત્મીયતા, સહજતા અને સરળતા તેમના વ્યક્તિત્વની આગવી ઓળખ છે. અમરેલીમાં બનેલી આ ઘટના તેમના સરળ અને સંવેદનશીલ વ્યક્તિત્વનું જીવંત ઉદાહરણ બની હતી.
📲Get App