🔥 TRENDING The Statesman Reports Broken Eardrums... Ganesh Chaturthi 2026: Bollywood Divas... Pakistani Actress Mahira Khan Announce... Bollywood Stars Draw Fashion Inspirati... Director Abhishek Pathak Reveals Inspi... Bollywood News Today: Kareena, Katrina...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
શ્રાવણ માસમાં ગૌચરીયા પ્રાથમિક શાળામાં બટુક ભોજનનું આયોજન
Education

શ્રાવણ માસમાં ગૌચરીયા પ્રાથમિક શાળામાં બટુક ભોજનનું આયોજન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 14 Aug 2026, 03:40 PM 👁 42
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગૌચરીયા પ્રાથમિક શાળામાં શ્રાવણ માસ નિમિત્તે બાળકો માટે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલીપસિંહ બાપુશ્રી દ્વારા સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.

શ્રાવણ માસ નિમિત્તે આજે ગૌચરીયા પ્રાથમિક શાળાના નાના-નાના ભૂલકાં બાળકો માટે ગાંધીનગરથી પધારેલા દિલીપસિંહ બાપુશ્રી દ્વારા સુંદર બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક દાળ-ભાત, શાક, ભૂંગળા તેમજ સ્વાદિષ્ટ ગુલાબજાંબુ સહિતનું ભોજન કરાવવામાં આવ્યું. સ્વાદિષ્ટ ભોજનની સાથે બાળકોને મળેલો સ્નેહ અને આત્મીયતા તેમના ચહેરા પરના આનંદ અને ઉત્સાહમાં સ્પષ્ટ જોવા મળ્યા હતા.

બાળકો પ્રત્યેનો પ્રેમ, સેવાભાવ અને સંસ્કારની ભાવના સાથે આ સુંદર આયોજન કરવા બદલ દિલીપસિંહ બાપુશ્રીનો ગૌચરીયા પ્રાથમિક શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. આવા સેવાકીય કાર્યો બાળકોના જીવનમાં ખુશીની સાથે માનવતા, સેવા અને પરોપકારના સંસ્કારોનું સિંચન કરે છે.

પરમાત્મા દિલીપસિંહ બાપુશ્રીને સદા સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ રાખે તથા સમાજસેવાના આવા ઉમદા કાર્યો કરવા માટે તેમને વધુ શક્તિ અને સામર્થ્ય આપે તેવી હાર્દિક પ્રાર્થના. ગૌચરીયા પ્રાથમિક શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક આભાર અને શુભકામનાઓ.
📲Get App