અરવલ્લી જિલ્લામાં જિલ્લા કલેકટરશ્રી મિલિન્દ બાપનાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક -------- બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી
यहाँ देखें:
▶️ YouTube
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિલિન્દ બાપનાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં અરવલ્લી જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરવામાં આવી. આજની બેઠકમાં મોડાસા ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલ દ્વારા રજૂ થયેલા પાણી, ગંદકી, રોડ રસ્તા અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી.
બેઠકમાં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન, સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ, કચેરી નિરીક્ષણ , સ્વાગત કાર્યક્રમના પ્રશ્નો ,તમામ અધિકારી અને કર્મચારીઓના APR ભરવા, જમીન માંગણી અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લોકોની અરજીઓના યોગ્ય નિકાલની પણ ચર્ચા કરાઈ. વહીવટી કામગીરીને ઝડપી અને પરિણામ સભર બનાવવા અને જિલ્લા કચેરીઓના આંતરિક સંકલન અંગે પણ સૂચન કરાયા.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલ , જિલ્લા વિકાસ અધિકારીશ્રી મહેક જૈન,જિલ્લા પોલીસ વડાશ્રી મનોહરસિંહ જાડેજા, મોડાસા ધારાસભ્યશ્રી ભીખુસિંહ પરમાર, સહિત જિલ્લા સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા