🔥 ट्रेंडिंग नानी ने कहा, 'द पैराडाइस' का कोई ट्रेल... मार्गरेट क्वेल और आरोन पियरे के साथ 'ल... द टाइम्स ऑफ इंडिया ने 'केस नंबर 99' का... सिंगापुर के दम्पति ने अपने बेटे को असं... TOI Dialogues Uttarakhand में रुस्किन... NSUI ने गढ़वाल विश्वविद्यालय छात्र संघ...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
તિલકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય કૌશિકભાઈ પરમારને વિદ્યાસેતુ કાર્યક્રમમાં સન્માન
शिक्षा

તિલકવાડા પ્રાથમિક શાળાના આચાર્ય કૌશિકભાઈ પરમારને વિદ્યાસેતુ કાર્યક્રમમાં સન્માન

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 14 अग. 2026, 02:12 PM 👁 33
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની તિલકવાડા પ્રાથમિક શાળાના HTAT આચાર્ય કૌશિકભાઈ પરમારને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાએ સન્માનિત કરવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની તિલકવાડા પ્રાથમિક શાળાના HTAT આચાર્ય કૌશિકભાઈ પરમારને વિદ્યાસેતુ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કક્ષાએ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય, બાળકોને વધુ સારું શિક્ષણ અને માર્ગદર્શન મળે તથા શાળાના સર્વાંગી વિકાસ માટે કૌશિકભાઈ પરમાર દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની કામગીરી ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.

વિદ્યાસેતુ કાર્યક્રમમાં તેમની શ્રેષ્ઠ કામગીરીની નોંધ લઈ જિલ્લા કક્ષાએ કરવામાં આવેલું આ સન્માન તેમની મહેનત, સમર્પણ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ગૌરવપૂર્ણ સન્માન છે.

કૌશિકભાઈ પરમારની આ સિદ્ધિ બદલ તિલકવાડા પ્રાથમિક શાળા પરિવાર તરફથી હૃદયપૂર્વક અભિનંદન તથા ભવિષ્યમાં પણ તેઓ આવી જ નિષ્ઠા અને ઉત્સાહ સાથે શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હાર્દિક શુભકામનાઓ.

આપની આ સિદ્ધિ સમગ્ર તિલકવાડા તાલુકા માટે ગૌરવની વાત છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ!
📲Get App