🔥 TRENDING NALSAR Students Protest Against Suprem... Dr. Parmatma Singh Dies After Falling... PM Modi on Partition Horrors Independence Day Honors: 1,057 Personn... Bar Council of India Reverses Freeze o... Mobile Phone Found in Prajwal Revanna’...
14 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ દેશભક્તિના રંગે રંગાયું વારાહી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ અને હોદ્દેદારો જોડાયા

✍️ Reporter: Mehul Sinh Jadeja . . 🗓 14 Aug 2026, 09:20 AM 👁 17
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
દેશભક્તિના રંગે રંગાયું વારાહી, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ અને હોદ્દેદારો જોડાયા
સાંતલપુર તાલુકાના વારાહી ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
તિરંગા યાત્રામાં તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સંગઠનના વિવિધ જવાબદાર હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને કાર્યકર્તાઓએ દેશભક્તિના નારા સાથે સમગ્ર વારાહી વિસ્તારમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો હતો.
વારાહી શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા. સાથે જ વારાહી પોલીસ સ્ટાફે પણ મોટી સંખ્યામાં હાજરી આપી યાત્રામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ ઠાકોરે તિરંગા યાત્રાનું મહત્વ સમજાવ્યું હતું અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, દેશની એકતા તથા અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
વારાહી બજાર વિસ્તારમાંથી શરૂ થયેલી આ ભવ્ય તિરંગા યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈને વારાહી મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં યાત્રાનું વિરામ કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વારાહીનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ અને હાથમાં લહેરાતા તિરંગાઓથી વારાહીમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી.
📲Get App