देश
હર ઘર તિરંગા' મહાઅભિયાન અંતર્ગત થરાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાયા: મેરાયો નૃત્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર
આઝાદીના અમૃતકાળ દરમિયાન દેશભરમાં ઉજવાઈ રહેલા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ તથા ઐતિહાસિક ‘વંદે માતરમ્’ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા અવસરે સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ:એ.ડી.ગોહિલ,
'હર ઘર તિરંગા' મહાઅભિયાન અંતર્ગત થરાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં હજારો નાગરિકો જોડાયા: મેરાયો નૃત્ય બન્યું આકર્ષણનું કેન્દ્ર
આઝાદીના અમૃતકાળ દરમિયાન દેશભરમાં ઉજવાઈ રહેલા ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ તથા ઐતિહાસિક ‘વંદે માતરમ્’ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના ગૌરવવંતા અવસરે સમગ્ર વાવ-થરાદ જિલ્લામાં રાષ્ટ્રભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળી રહ્યો છે. આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ‘હર ઘર તિરંગા’ મહાઅભિયાન અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ મહાઅભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોના હૃદયમાં રાષ્ટ્રભાવના, અખંડિતતા અને દેશપ્રેમની અલખ જગાવવાનો છે, જેને થરાદના નાગરિકોએ અપાર ઉત્સાહ સાથે વધાવી લીધો હતો.
થરાદ ખાતે ગાયત્રી વિદ્યાલયથી પ્રસ્થાન પામેલી આ ભવ્ય તિરંગા યાત્રા રાજેશ્વર સ્કૂલ રોડ, રોકડિયા હનુમાન બજાર, હનુમાન ગોળાઈ અને વિવેકાનંદ સ્ટેચ્યુ થઈને ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી. આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ૭૫ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ હતો, જેને નાગરિકોએ ભારે ઉત્સાહથી સાથે રાખ્યો હતો. આ યાત્રામાં પોલીસ અને એન.સી.સી. પ્લાટૂન, ઘોડેસવાર જવાનો, બાઇક રેલી તેમજ બેનરો સાથે વિદ્યાર્થીઓ અને નાગરિકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા. આ સાથે વાવ-થરાદ જિલ્લાનું પ્રખ્યાત મેરાયો નૃત્ય સમગ્ર યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યું હતું, જ્યારે “ભારત માતા કી જય”, “વંદે માતરમ્” અને “જય હિન્દ”ના ગગનભેદી નારાઓથી સમગ્ર થરાદ નગર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
યાત્રાના સમાપન પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત ખેડૂતો, પ્રજાજનો, વેપારીઓ, કારીગરો, વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના પ્રજાજનોના લોહીમાં દેશભક્તિ વણાયેલી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘હર ઘર તિરંગા’ના આહ્વાનને સરહદી વિસ્તારના નાગરિકોએ ઝીલી લઈને માત્ર ઘરો પર જ નહીં, પરંતુ હાથમાં તિરંગો લઈને કિલોમીટરો સુધી ભવ્ય રેલી યોજીને સાચો દેશપ્રેમ પ્રદર્શિત કર્યો છે. તેમણે યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌને સાથે મળીને વૃક્ષારોપણ કરવા, ગુણવત્તાસભર શિક્ષણ આપવા અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે, થરાદ અને સમગ્ર જિલ્લાની જનતાએ હાથમાં અને દિલમાં તિરંગો રાખીને વડાપ્રધાનશ્રીના આહ્વાનને સાર્થક કર્યું છે અને નાગરિકોનો દેશપ્રેમ જગજાહેર કર્યો છે. તિરંગો એ આપણા દેશની એકતા, અખંડિતતા, શૌર્ય અને બલિદાનનું સર્વોચ્ચ પ્રતીક છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન નાગરિકોમાં દેશના સંવિધાન, સ્વાતંત્ર્ય સેનાનીઓના અતૂટ બલિદાન અને રાષ્ટ્રીય પ્રતિકો પ્રત્યે આદરભાવ કેળવવાનું સબળ માધ્યમ બન્યું છે, જેનાથી યુવા પેઢીમાં રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મળે છે.
આ ભવ્ય તિરંગા યાત્રા અને સમાપન સમારોહમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી અર્જુનસિંહ વાઘેલા, જિલ્લા અગ્રણી શ્રી નરેશજી ઠાકોર, પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી મયુર મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કલ્પેશકુમાર શર્મા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.