स्थानीय
અંકલેશ્વરમાં વીજપોલ ધરાશાયી, કારને થયું નુકસાન
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલના કામ પછી વીજપોલ ધરાશાયી થયા, જેમાં એક કારને ભારે નુકસાન થયું.
અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરો અને લોખંડના વીજપોલ દૂર કરવાની કામગીરી દરમિયાન એક બાદ એક વીજપોલ ધરાશાયી થયા. મહાશિવ હોટલ પાસે એક વીજપોલ પાર્કિંગમાં ઉભેલી કાર પર પડતા કારને ભારે નુકસાન થયું. સદનસીબે કારમાં હાજર ડ્રાઇવરનો આબાદ બચાવ થયો.
બીજી તરફ, પ્રતિન હોટલ પાસે પણ એક વીજપોલ રસ્તા પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભરચક વિસ્તારમાં આવી ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિક લોકો અને વેપારીઓએ આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે વધુ સાવચેતી અને યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.