🔥 TRENDING BofA warns credit funds under strain f... Meerut crackdown on illegal properties... ભારતે વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે હરાવી વન... Rahul Gandhi and AAP condemn BJP MP Pa... Justin Verlander and Kate Upton marry,... Justin Verlander ties the knot with mo...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાષ્ટ્રીય
Travel

રાષ્ટ્રીય

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 13 Aug 2026, 02:54 PM 👁 107
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રા‌ષટીય

દેવગઢ બારિયા કોલેજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન
વાય.એસ.આર્ટસ એન્ડ કે. એસ. શાહ કોમર્સ કોલેજ દેવગઢ બારીયા માં એન.એસ.એસ. અને એન.સી.સી.ના સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે બારિયા હાયર એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને માજી ધારાસભ્ય મહારાજા શ્રીતુષારસિંહ બાબા સાહેબ ઉપસ્થિત રહ્યા. કોલેજના સેક્રેટરી વિનુભાઈ મહેતા કોલેજના આચાર્ય ડૉ .એમ.એન.ગોહિલ સાહેબ તેમજ સમગ્ર સ્ટાફ ગણ અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક જોડાયા.
તિરંગા યાત્રા નો પ્રારંભ કોલેજ પરિસર થી કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈ દેશભક્તિના નારા સાથે યાત્રામાં ભાગ લીધો આ યાત્રા કોલેજ થી નીકળી બસ ડેપો, સમડી સર્કલ ,એક બત્તી સર્કલ થઈને ટાવર પાસે પહોંચી . યાત્રા દરમિયાન રાષ્ટ્ર ભક્તિ નો માહોલ જોવા મળ્યો.
હર ઘર તિરંગા અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક નાગરિકમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.
કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના આચાર્યશ્રી ડૉ.એમ.એન.ગોહિલ સાહેબ એન.સી.સી. ના કોર્ડીનેટર ડૉ. કાળુભાઈ સરવૈયા એન.એન.એસ.ના કોર્ડીનેટર ડૉ. અનિતાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ તથા વિધાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો.
📲Get App