🔥 TRENDING સુરતમાં ટેક્સટાઇલ કામદારોની રવિવારની ર... ശക്തമായ ഇടിമിന്നലിൽ വീടിന് വ്യാപക നാശന... ब्रेकिंग न्यूज़! चारामा के बड़ेगौरी से... CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પર 30 વર્ષીય યુવ... BRS Calls for ED Investigation into Te... Telangana consumers to bear additional...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!
Crime

જેતપુરમાં યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા: માતાના મૈત્રી કરારથી નારાજ પુત્ર જ નીકળ્યો હત્યારો!

✍️ Reporter: Chauhan sanjaybhai 🗓 08 Jul 2026, 02:05 PM 👁 96
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ચૌહાણ સંજય જેતપુરના કણકિયા વિસ્તારમાં આજે બપોરના સમયે એક સનસનાટીભરી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક યુવકનું નામ કમલેશ અરવિંદભાઈ વાઘેલા છે. જ્યારે હત્યા કરનાર આરોપીનું નામ જયેન કાળુભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આરોપી જયેનના પિતાનું આશરે ૧૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું. ત્યારબાદ તેની માતા મૃતક કમલેશ અરવિંદભાઈ વાઘેલા સાથે મૈત્રી કરારથી જેતપુર ખાતે રહેતી હતી. આરોપી જયેન પોતે રાજકોટ મુકામે રહેતો હતો અને તેની માતા કમલેશ સાથે આ રીતે રહે તે બાબતનું તેને પહેલેથી જ મનદુઃખ (વાંધો) હતું.
આ જ મનદુઃખને કારણે આરોપી જયેન રાજકોટથી જેતપુર આવ્યો હતો. જ્યાં કણકિયા વિસ્તારમાં કમલેશ વાઘેલા સાથે તેની ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં જ રોષે ભરાયેલા જયેને કમલેશ પર છરી વડે આડેધડ ઘા મારી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે કમલેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
📲Get App