🔥 TRENDING मुख्यमंत्री निवास पर भोपाल व्यापारी मह... भोपाल: खजूरी सड़क पुलिस ने 225 लीटर अव... शिरूरमध्ये बैलपोळा उत्साहात साजरी; काम... बिहार: 108.36 लाख पेंशन लाभार्थियों के... रत्नगढ़ माता मंदिर मेले की तैयारियों क... Canada to Dispatch 300 Delegates to In...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
માલપુરના સલામ બાપુના પહાડિયા ગામે દીપડાની દહેશત, વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન
Crime

માલપુરના સલામ બાપુના પહાડિયા ગામે દીપડાની દહેશત, વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

✍️ Reporter: SAGAR PATEL 🗓 13 Aug 2026, 06:42 AM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માલપુર: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સલામ બાપુના પહાડિયા ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામની આસપાસ વન્યજીવની હાજરીની જાણ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી

માલપુરના સલામ બાપુના પહાડિયા ગામે દીપડાની દહેશત, વનવિભાગે હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન

માલપુર: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના સલામ બાપુના પહાડિયા ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગામની આસપાસ વન્યજીવની હાજરીની જાણ થતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી અને સાવચેતીના ભાગરૂપે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.દીપડો દેખાયાની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે સમગ્ર વિસ્તારની તપાસ હાથ ધરી જરૂરી સાવચેતી સાથે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દીપડાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.દીપડાની હાજરીને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ વચ્ચે વનવિભાગની ટીમે તકેદારીપૂર્વક કામગીરી હાથ ધરતાં ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગ દ્વારા લોકોને દીપડાથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી.
📲Get App