🔥 ट्रेंडिंग நூறு நாள் வேலை திட்ட தொழிலாளர்கள் போரா... जवाई बांध का पानी 6 मार्च 2027 तक सीमि... पुरस्कार विजेता कॉमेडियन ने हर्सी थिएट... एममी अवार्ड्स 2027 से ब्रॉडकास्ट टीवी... एम्मी अवार्ड्स अब स्ट्रीमिंग-एक्सक्लूस... Ice Cube और Tommy Lee Jones की वेस्टर्...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વલસાડ: નશાબંધી કચેરીના જુનિયર ક્લાર્ક રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
अपराध

વલસાડ: નશાબંધી કચેરીના જુનિયર ક્લાર્ક રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

✍️ रिपोर्टर: HEETESH SOHAN SHING 🗓 08 जुल. 2026, 12:45 PM 👁 102
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વલસાડ એ.સી.બી. દ્વારા એક જાગૃત નાગરિકની મદદથી નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીના જુનિયર ક્લાર્કને લીકર પરમીટ કાઢી આપવાના બદલામાં રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા.

વલસાડ અને ડાંગ એ.સી.બી. દ્વારા સફળ ડીકોય ગોઠવીને વલસાડ સ્થિત નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીના જુનિયર ક્લાર્ક અનિલભાઇ રણછોડભાઇ કાનાણી (ઉ.વ.૩૪) ને રૂ. ૧૦,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ નશાબંધી અને આબકારી અધિક્ષકની કચેરીના અધિકારી/કર્મચારીઓ લીકર પરમીટ કાઢી આપવાના બદલામાં રૂ. ૫,૦૦૦ થી રૂ. ૧૦,૦૦૦ સુધીની લાંચ માંગતા હોવાની ફરિયાદ એ.સી.બી. ને કરી હતી. આ ફરિયાદની ખરાઇ કરવા માટે એ.સી.બી. દ્વારા ડીકોય છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીકોય દરમિયાન, આરોપી જુનિયર ક્લાર્ક અનિલભાઇ કાનાણીએ લીકર પરમીટ કાઢી આપવાના અવેજ પેટે અરજદાર પાસેથી રૂ. ૧૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી અને તે સ્વીકારતા જ એ.સી.બી. ટીમે તેમને ઝડપી પાડ્યા હતા. આ ગુનાની રકમ રૂ. ૧૦,૦૦૦ ની લાંચ વલસાડ આશિષ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલ નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રીની કચેરીની ગેલેરીમાંથી રિકવર કરવામાં આવી છે.

આ સમગ્ર કાર્યવાહી એ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સ.ત. જે.આર.ગામીત અને તેમની ટીમે, મદદનીશ નિયામક શ્રી આર.આર.ચૌધરી (સુરત એકમ) ના સુપરવિઝનમાં અને નાયબ નિયામક શ્રી બળદેવ દેસાઇ (વડોદરા) ના માર્ગદર્શન હેઠળ પાર પાડી હતી.
📲Get App