🔥 TRENDING UP Police Stall Wins Best Display Awar... Director Explains New Cinematographer’... Chandigarh to Draft Film Policy to Lur... Amala Paul says she wouldn't repeat Aa... Several Ponies Found Dead in Kak Villa... NIA arrests second suspect in Manipur...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વંથલીમાં મગફળીના પાક પર સુકારા રોગનો ખતરો, ખેડૂતોમાં ચિંતા
Agriculture

વંથલીમાં મગફળીના પાક પર સુકારા રોગનો ખતરો, ખેડૂતોમાં ચિંતા

✍️ Reporter: Bhalodiya Samirkumar 🗓 12 Aug 2026, 08:30 PM 👁 108
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વંથલી તાલુકામાં વરસાદ ખેંચાતા મગફળીના પાક પર સંકટ ઊભું થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી રહી છે.

વંથલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખેંચાતા મગફળીના પાક પર સંકટ ઊભું થયું છે. વરસાદમાં લાંબો વિરામ પડતા કેટલાક વિસ્તારોમાં મગફળીના છોડમાં સુકારા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં પાકના ઉત્પાદનને લઈને ચિંતા વધી છે.

ખેડૂતોએ મગફળીના વાવેતર માટે મોંઘું બિયારણ, ખાતર અને વિવિધ દવાઓ પાછળ મોટો ખર્ચ કર્યો છે. પરંતુ પાકને જરૂરી તબક્કે પૂરતો વરસાદ ન મળતા હવે કરેલો ખર્ચ પણ વસૂલ થશે કે નહીં તે અંગે ખેડૂતો ચિંતિત બન્યા છે.

વરસાદના અભાવે કેટલાક ખેતરોમાં મગફળીનો પાક સુકાવા લાગ્યો હોવાના કારણે ખર્ચ કર્યા બાદ પણ ખેડૂતોને કાચો પાક ઉપાડવાની ફરજ પડી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે પાકને વધુ સમય ખેતરમાં રાખવામાં આવે તો નુકસાન વધવાની શક્યતા છે.

હાલમાં જો વરસાદ થાય અને જમીનમાં પૂરતી ભેજ જળવાઈ રહે તો કેટલાક ખેડૂતો મગફળીના બદલે અડદ જેવા ટૂંકા ગાળાના પાકનું વાવેતર કરવાની તૈયારી કરી રહ્યા છે. જોકે વરસાદમાં વધુ વિલંબ થાય તો મગફળી સહિતના ચોમાસુ પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતોની માંગ છે કે કૃષિ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં મગફળીના પાકની સ્થિતિનું સર્વેક્ષણ કરવામાં આવે અને જો નિયમ મુજબ પાક નુકસાન થયું હોય તો સરકાર દ્વારા યોગ્ય સહાય અને વળતર માટે કાર્યવાહી કરવામાં આવે. હવે વંથલી તાલુકાના ખેડૂતોની નજર આકાશ તરફ છે. સમયસર સારો વરસાદ થાય તો પાકને બચાવી શકાય તેવી આશા છે, પરંતુ વરસાદ વધુ ખેંચાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે.
📲Get App