🔥 TRENDING Jithu Madhavan Clarifies 'Scene' Plot,... Vadodara Police Solve Rs 8 Crore Theft... Chandigarh Student Killed in Sector 22... Three Injured as Gas Pipeline Ignites... Indian Worker Killed in Houthi Missile... Raghav Mirdath's Drone Team Secures Ov...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગરમાં ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ, ખેલાડીઓની સહાય રૂ. ૫૦ લાખ સુધી વધારી
Sports

ગાંધીનગરમાં ‘શક્તિદૂત ૨.૦’ યોજનાનો પ્રારંભ, ખેલાડીઓની સહાય રૂ. ૫૦ લાખ સુધી વધારી

✍️ Reporter: Naqvi Mehdi Hasan 🗓 11 Aug 2026, 05:54 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ‘શક્તિદૂત ૨.૦’ યોજના અમલમાં મુકાઈ છે, જેમાં ખેલાડીઓને મળતી નાણાકીય સહાયને રૂ. ૫૦ લાખ સુધી વધારવામાં આવી છે.

ગુજરાતના રમતગમત ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા રમતવીરોને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ‘શક્તિદૂત ૨.૦’ યોજના અમલી બનાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ૧૨ ઓગસ્ટના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આ યોજનાનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવશે.

આ ભવ્ય સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા ૭૯૯ પ્રતિભાશાળી ખેલાડીઓને એકલવ્ય, સરદાર પટેલ અને જયદિપસિંહજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ રાજ્યભરમાં રૂ. ૩૮૮ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ રમત સંકુલ, આધુનિક લાયબ્રેરી અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇ-ભૂમિપૂજન તથા ઇ-લોકાર્પણ કરવામાં આવશે.

‘શક્તિદૂત ૨.૦’ ની મુખ્ય વિશેષતાઓમાં સહાયમાં મોટો વધારો, દિવ્યાંગ ખેલાડીઓને સમાન તક, લઘુત્તમ વયમર્યાદામાં ઘટાડો, અને પારદર્શક પોઇન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. ખેલાડીઓને સતત સહાય પૂરી પાડવા માટે નિશ્ચિત સમયમર્યાદા દૂર કરવામાં આવી છે.

યોજનાની સફળતાનો આંકડો દર્શાવે છે કે, વર્ષ ૨૦૧૫થી અત્યાર સુધી આ યોજના હેઠળના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ૮૩૧ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૭૭૩ મેડલ મેળવ્યા છે. ગુજરાતના રમતવીરોએ ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને રાજ્યનું નામ રોશન કર્યું છે.
📲Get App