🔥 TRENDING सीसीएल के कट ऑफ डेट के लिए बैठक किया ज... Frontline Magazine Highlights India's... Assam Government's Encroachment Into a... India’s Youth‑Led ‘Cockroach’ Movement... Viral Wedding Invite Sparks Rumors Abo... Viral ‘Orry Weds’ Invite Fuels Wedding...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ
Weather

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદ અને વાદળછાયું વાતાવરણ

✍️ Reporter: Hardik Shukla 🗓 11 Aug 2026, 01:06 PM 👁 63
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખેડૂતો માટે આ વાતાવરણ લાભદાયક સાબિત થઈ શકે છે.

અમદાવાદ શહેર સહિત ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ અને દસક્રોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.

બનાસકાંઠા જિલ્લામાં, વાવ, થરાદ, પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં હળથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.

પાટણ જિલ્લામાં, પાટણ, સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ, રાધનપુર અને સરસ્વતી તાલુકામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઝાપટાંની શક્યતા છે.

મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા-અરવલ્લી, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે, જેમાં હળથી મધ્યમ વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. કચ્છમાં, ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને અબડાસા સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શક્યતા છે.
📲Get App