🔥 ट्रेंडिंग विश्व मानसिक स्वास्थ्य दिवस पर महारानी... புதுச்சேரியில் தலையில் பிளாஸ்டிக் குடத... Breakingnews, अंतर्राष्ट्रीय बालिका द... Breakingnews, सागर में 12 से 15 अक्टू... केरल ब्लास्टर्स ने इंटर काशी पर 2-0 जी... हैदराबाद में सोने की कीमतें बनी स्थिर,...
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરતની હોસ્પિટલમાં ડૉક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યા, પરિવારનો આક્રોશ અને રેગિંગના આક્ષેપ
स्थानीय

સુરતની હોસ્પિટલમાં ડૉક્ટર હર્ષ પંડ્યાની આત્મહત્યા, પરિવારનો આક્રોશ અને રેગિંગના આક્ષેપ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 10 अग. 2026, 06:06 PM 👁 57
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા ૩૦ વર્ષીય ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી, જેના કારણે પરિવાર અને સમુદાયમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એમડી (માઇક્રોબાયોલોજી)નો અભ્યાસ કરી રહેલા ૩૦ વર્ષીય રેસિડન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાએ હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી લીધી. ડૉ. હર્ષનો પાર્થિવ દેહ તેમના વતન મોડાસા ખાતે લાવવામાં આવ્યો, જે બાદ સમગ્ર વિસ્તારમાં અને પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃતકના સગાં-સંબંધીઓ અને સ્થાનિક આગેવાનોએ મીડિયા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, સુરતની હોસ્ટેલમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા માનસિક બ્લેકમેઇલિંગ અને ભારે ઓવર-રેગિંગ કરવામાં આવતું હતું, જેના કારણે ડૉ. હર્ષ કંટાળીને આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા છે.

પરિવારજનોનું કહેવું છે કે ડૉ. હર્ષ તેમના પિતાનો એકમાત્ર દીકરો હતો. પિતા નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે, ત્યારે ૩૦ વર્ષના જુવાન દીકરાને ગુમાવવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને લઈને મેનેજમેન્ટ અને સરકાર સામે સવાલો ઉઠાવાયા છે.
📲Get App