🔥 TRENDING Jalandhar: 46-yr-old Disabled Man Dies... Jalandhar: 2 Arrested for Extortion Jalandhar: 2 Named in Rs 11.70 Lakh Sc... Muzaffarpur: Youth Dies Under Suspicio... Odisha Grapples with Fertilizer Shorta... YS Jagan Expresses Strong Anger Over D...
10 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બગોદરા: ભારત ગેસના સિલિન્ડર માટે ગ્રાહકોને લાંબી કતારોનો સામનો

✍️ Reporter: Mukeshkumar Makwana 🗓 10 Aug 2026, 05:36 PM 👁 7
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બગોદરા ખાતે ભારત ગેસના સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને લાંબી કતારોમાં ઊભા રહેવું પડી રહ્યું છે, જેના કારણે તેઓને ઓટીપી મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

બગોદરા ખાતે ભારત ગેસના સિલિન્ડર માટે ગ્રાહકોને ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિલિન્ડર મેળવવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે, જેમાં વૃદ્ધ મહિલાઓ અને યુવાનો પાંચ કલાક સુધી રાહ જોતા રહે છે. ગ્રાહકોની ફરિયાદ છે કે, મોબાઇલમાં સમયસર ઓટીપી ન આવતા તેઓને કલાકો સુધી રાહ જોવી પડે છે, જે તેમને વધુ મુશ્કેલીઓમાં મુકે છે.

ભારત ગેસની ઓફિસ બગોદરા ગામથી પાંચ કિલોમીટર દૂર છે જેથી ગ્રાહકોને સ્પેશિયલ વાહન લઈને જવું પડે છે અને એમાં પણ ઓટીપી ન મળવાના કારણે સિલિન્ડર આપવામાં કલાકો નાં કલાકો લાગી જાય છે જેનાં કારણે લોકોનાં સમય અને પૈસા બન્ને નો વેડફાટ થાય છે. કેટલાક ગ્રાહકોનો આક્ષેપ છે કે, લાગતા વળગતા ગ્રાહકોને ઓટીપી વગર જ સિલિન્ડર આપી દેવામાં આવે છે આ વાત ની સત્તાવાર પુષ્ટિ બાકી છે જ્યારે સામાન્ય ગ્રાહકોને ઓટીપી માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ બાબતને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

ગ્રાહકોનું કહેવું છે કે દર મહિને આવી અવ્યવસ્થા સર્જાય છે, અને તેઓ વૃદ્ધો અને મહિલાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે. ગેસ એજન્સી સામે આક્ષેપો કરવામાં આવ્યા છે, પરંતુ સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે. લોકોની માંગ છે કે તેમને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને સમયસર સિલિન્ડર મળી જાય.
📲Get App