🔥 TRENDING Jagiroad Police Arrest Drug Peddler wi... Tribune India Sees Spike in Assam Floo... Assam Suffers Deadly Flood, Reports Th... Jharkhand to Cancel Three Exams After... Jharkhand Students Protest Continues:... Jharkhand Govt. Holds Sixth Round of T...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ

૭૦૦ થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો
Health

અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ ૭૦૦ થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 09 Aug 2026, 06:32 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમાચાર સંખ્યા ૬૨૦-૪૭
૮૦મું સ્વાતંત્ર પર્વ – રાજ્યકક્ષાની ઉજવણી
૦૦૦૦૦૦૦
સાંસદશ્રી ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું
૦૦૦૦૦૦
"સ્વચ્છતા એ સૌની જવાબદારી"નો સંદેશ આપી જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા નાગરિકોને અપીલ
૦૦૦૦૦૦
નગરપાલિકાના પ્રમુખશ્રી અને ટીમ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા શ્રમદામ કરવામાં આવ્યું
૦૦૦૦૦૦૦

અમરેલી, તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬- પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા આજે તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અમરેલી શહેરના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન સંદિપભાઈ માંગરોળીયાએ શ્રમદાન કરી અને શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો.

અમરેલી શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વચ્છતા અંગે જન-જાગૃતિ ધરાવતું શહેર બનાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ રોડ તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રોડની આસપાસ એકત્રિત થયેલા કચરા, ગંદકી તેમજ અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાગરિકોને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. મહા સફાઈ અભિયાન થકી “સ્વચ્છતા એ સૌની જવાબદારી”નો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, ચીફ ઓફિસરશ્રી વી.સી. રાઠોડ, નગરપાલિકાના સભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, સુંદરતા અને જન-જાગૃતિને પ્રાધાન્ય આપી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

જય ૦૦૦૦૦૦



"સ્વસ્થ નાગરિક - સશક્ત રાષ્ટ્ર"

અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ

૭૦૦ થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો

અમરેલી, તા. ૦૯ ઓગસ્ટ, ૨૦૨૨૬ -
આગામી ૧૫મી ઓગસ્ટ રાજ્યકક્ષાની સ્વતંત્રતા દિવસની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચિતલ રોડ ખાતે વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરમાં ૦૫ વર્ષના બાળકોથી લઈને ૮૦ વર્ષ સુધીના વયજૂથના ૭૦૦થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો હતો. જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રી સાગર મહેતા દ્વારા ઉપસ્થિત નાગરિકોને યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનું વિશેષ સેશન કરાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેક્ટર શ્રી હર્ષિતા ગોયલ, પ્રાંત અધિકારી શ્રી અમરેલી મહેશ નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમ બહેન ફુમકિયા, DLSA સેક્રેટરી શ્રી પ્રખર શર્મા, ડૉ. નીતિન ત્રિવેદી, શ્રી જે. આર. વાળા, ડૉ. દિક્ષિતાબહેન, શ્રીમતી મીનાક્ષી બહેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ થકી "સ્વસ્થ નાગરિક - સશક્ત રાષ્ટ્ર"નો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી, સ્ટેટ કો-ઓર્ડિનેટરશ્રી, ઝોન કો-ઓર્ડિનેટરશ્રી, અમરેલી જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સાગર મહેતા તથા અમરેલી જિલ્લાના યોગ ટ્રેનર્સ અને સમગ્ર આયોજક ટીમે જહેમત ઉઠાવી હતી.
📲Get App