🔥 TRENDING RCom, Reliance Infra Charged Goa Child Rights Body Seeks Casino Ent... Air India Flight Loses Altitude Kerala Police Nabs Notorious Worker Monsoon Alert: Himachal, Uttarakhand Mayawati Opposes 'Creamy Layer' Idea
10 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કચ્છ જિલ્લામાં રાપર શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની સંયુક્ત બેઠક યોજાઈ

✍️ Reporter: Pravin Sanjot 🗓 09 Aug 2026, 12:34 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કચ્છ જિલ્લાના રાપર શહેરમાં ભાજપ અનુસૂચિત જાતિ મોરચાની બેઠકમાં સંગઠન મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી દેવજીભાઈ વરચંદ જીના માર્ગદર્શન હેઠળ કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગતરોજ રાપર મધ્યે અનુસૂચિત જાતિ મોરચા રાપર તાલુકા/રાપર શહેરની સંયુક્ત બેઠક યોજાઈ.

જેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, સરકારની કલ્યાણકારી યોજનાઓ તેમજ સામાજિક ઉત્થાન અને વિવિધ સંગઠનાત્મક મુદ્દાઓ, આગામી સમયમાં થનાર કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. બેઠકમાં પક્ષની વિચારધારા મુજબ સમર્પિત ભાવથી કાર્ય કરી જનસંપર્ક વધુ સઘન બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખશ્રી રવિભાઈ ગરવા,રાપર શહેર ભાજપના મહામંત્રીશ્રી માધુભા વાઘેલા , રાપર તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મહેન્દ્રસિંહ વાઘેલા , જિલ્લા ભાજપ મોરચાના મહામંત્રીઓ શ્રી એડવોકેટ પુરૂષોત્તમ મારવાડા, શ્રી કેશવજીભાઇ રોશીયા, રાપર નગરપાલિકા ઉપ-પ્રમુખ શ્રીમતિ બબીબેન સોલંકી ,
રાપર નગરપાલીકા કાઉન્સીલર શ્રી રાણાભાઇ પરમાર, જીલ્લા મોરચાના હોદેદારો શ્રી નરેશભાઈ ફફલ, શ્રી મયુરભાઈ સિંધવ, શ્રી કિશોરભાઈ મહેશ્વરી, શ્રી ચંદ્રકાન્ત ગોરડીયા, શ્રી નિતીનભાઇ દાફડા, શ્રી વીરાભાઇ મારવાડા, શ્રી કાંતિભાઈ ગરવા, રાપર તાલુકા મોરચાના પ્રમુખ શ્રી ભરતભાઇ પરમાર , રાપર શહેર મોરચા પ્રમુખ શ્રી આંબાભાઇ મુછડીયા, તાલુકા મોરચા મહામંત્રી શ્રી રમેશ દાફડા, શહેર મોરચાના મહામંત્રીઓ શ્રી પાંચાભાઇ ગોહિલ, શ્રી દિશેશ રાઠોડ સહિત તાલુકા/શહેર ભાજપા મોરચા ના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા …!
📲Get App