🔥 TRENDING Sonu Nigam Launches 'Chunni' Song Nikita Rawal Kissed By Fan Yash Slams Doubters At Toxic Trailer L... Bollywood Updates Mahesh Babu's Birthday Celebrated Arunachal Locations Added to Map
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જાફરાબાદમાં ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાયો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 09 Aug 2026, 10:38 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત જાફરાબાદમાં ‘દરિયા પૂજન’ કાર્યક્રમ યોજાયો

પરંપરાગત રીતિ-રિવાજ સાથે દરિયા દેવનું પૂજન કરી મત્સ્યખેડૂતોની સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ માટે પ્રાર્થના કરાઈ

જાફરાબાદ, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬
રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી હેઠળ અમરેલી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરી, જાફરાબાદ દ્વારા શનિવાર, તા. ૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ‘દરિયા પૂજન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જાફરાબાદ ખાતે ટી-જેટી પર યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરાગત રીતિ-રિવાજ અને ધાર્મિક ભાવના સાથે દરિયા દેવનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મત્સ્યખેડૂતો તથા દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના જીવનમાં સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તેમજ આગામી દિવસોમાં સુખાકારી અને પ્રગતિ વધે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વે યોજાયેલ આ ‘દરિયા પૂજન’ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની પરંપરા, સંસ્કૃતિ અને દરિયા સાથેના લોકોના આત્મીય સંબંધને ઉજાગર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મત્સ્યોદ્યોગ વિભાગના અધિકારી-કર્મચારીઓ તથા દરિયાઈ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App