🔥 TRENDING Kerala Weather Forecast: Rain Expected... Delhi Surpasses August Rainfall Averag... Mohanlal Apologises to Fans After Miss... Mohanlal Apologises as Visa Delay Forc... Anime NYC 2026 Unveils Big West/Macros... Tibetan Youth Rally in Gangtok Protest...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અપરાઘ

અપરાઘ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 09 Aug 2026, 09:14 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અપરાઘ

લાલ બંગલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો
દેવગઢ બારિયા શહેરના લાલ બંગલા વિસ્તારમાં બંધ મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ દેવગઢ બારિયા પોલીસે ઉકેલી લીધો છે.
પોલીસને મળેલી બાતમીના આધારે કાપડી મચ્છી ફળિયામાં રહેતા અરબાજ ઈકબાલ ખાંડાના મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ ગેસની બોટલ, બે એલસીડી ટીવી, ચોરીના વાસણો અને ચાંદીના ત્રણ આંકડા સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં આરોપીએ અન્ય સાગરીત સાથે મળીને લાલ બંગલા વિસ્તારમાં બંધ મકાનમાં તેમજ માનસરોવર તળાવ વિસ્તારમાં બંધ મકાનનું લોક તોડી ચોરી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસની પ્રેસનોટમાં જણાવાયું છે.
આરોપી રાત્રિના સમયે રેકી કરી બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતો હોવાની માહિતી પણ સામે આવી છે.
📲Get App