🔥 ट्रेंडिंग હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં વિશ્... કાયાવરોહણમાં ખેડૂત અતુલભાઈ હિરાભાઈની આ... વડોદરાના ખોડિયારનગરમાં ૨,૦૦૦ રહેવાસીઓ... AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગણેશચતુર્થ... હિંમતનગરમાં ભારે વરસાદથી સોસાયટીમાં પા... केरल के एक पुरुष पर पत्थर से हमला, नाल...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પારડીના દમણી ઝાપા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
अपराध

પારડીના દમણી ઝાપા વિસ્તારમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

✍️ रिपोर्टर: Makvana Chandravadan Bahadurbhai 🗓 08 अग. 2026, 07:20 PM 👁 47
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારડીના દમણી ઝાપા વિસ્તારમાં પોલીસે દરોડો પાડીને પાંચ જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ અને મોટર સાયકલ જપ્ત કરી છે.

પારડીના દમણી ઝાપા વિસ્તારમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા છે. ૮ ઓગસ્ટ શનિવારના અઢી કલાકની નોંધાયેલી ફરિયાદ મુજબ, પારડી પોલીસની ટીમ પેટ્રોલીગ દરમિયાન બાતમી મળી હતી કે દમણી ઝાપા ખાતે કેટલાક ઈસમો ગનજી પત્તાથી જુગાર રમતા હતા.

પોલીસે તાત્કાલિક દરોડો પાડતા પાંચ ઈસમોને રંગે હાથ ઝડપ્યા. આ ઈસમોમાં દીકેશ ભાઈ પ્રભાકર, કમલેશ ભાઈ હળપતિ, હિતેન્દ્રભાઈ પટેલ, હિંમતભાઈ નાયકા અને સુમનભાઈ હળપતિનો સમાવેશ થાય છે. બધા જ ઈસમો દમણી ઝાપા વિસ્તારમાં રહેતા છે.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રૂપિયા ૩, બે મોબાઇલ ફોન, એક બજાજ મોટર સાયકલ (GJ 15JJ8906) અને ગનજી પત્તા મળી કુલ રૂપિયા ૨૩૧૧૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પારડી પોલીસે આ પાંચ ઈસમોના વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
📲Get App