🔥 TRENDING সকাল থেকে কলকাতায় বৃষ্টি শুরু, শহর জু... ਸਾਡੇ ਬਜ਼ੁਰਗ, ਸਾਡਾ ਮਾਣ' ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਬਜ਼... સુરતની લાજપોર જેલમાં ગેરકાયદેકારીનો પર... Assam Expands Cancer Care Infrastructu... Guwahati’s Traditional Durga Idol Make... ABVP Workers Detained in Ranchi After...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખોડા શાળામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ
Education

ખોડા શાળામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ

✍️ Reporter: Amaratbhai D. Gohil 🗓 08 Aug 2026, 06:32 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

થરાદ તાલુકાના ખોડા ગામે નારી વંદન સપ્તાહ–2026 અંતર્ગત આરોગ્ય દિવસની ઉજવણી

*ખોડા શાળામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ*

વાવ થરાદ જિલ્લો

થરાદ તાલુકાના ખોડા ગામે નારી વંદન સપ્તાહ–2026 અંતર્ગત આરોગ્ય દિવસની ઉજવણી
થરાદ તાલુકાના ખોડા ગામે વાવ–થરાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન સપ્તાહ–2026 અંતર્ગત ખોડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં આરોગ્ય દિવસની
ઉજવણી સાથે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ સપોર્ટ સેન્ટરના પરમાર રેખાબેન એલ., ડૉ. સુનિલભાઈ જાની, ખોડા PHCના CHO ભરતભાઈ ચૌધરી, MPhW નરબતભાઈ પટેલ, FHW રમીલાબેન ચૌધરી, પોલીસ વિભાગના લાલ મોહમ્મદભાઈ, સામાજિક અગ્રણી મફાભાઈ લખમાભાઈ પટેલ તથા આચાર્યશ્રી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પરિવાર દ્વારા મહેમાનોનું પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને આરોગ્ય, સ્વચ્છતા, પોષણ, વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરમાર રેખાબેન એલ.એ મહિલા સુરક્ષા, સાઇબર ક્રાઇમથી બચવાના ઉપાયો, મહિલા હેલ્પલાઇન, બાળ સુરક્ષા તેમજ મહિલા અને બાળ
વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓને જાગૃત રહેવા અને મુશ્કેલીના સમયે યોગ્ય તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.
કાર્યક્રમ અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવા સાથે તેમના જતન માટે પણ પ્રેરિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. દિલીપભાઈ દવે દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી, શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
📲Get App