🔥 TRENDING J&K Hosts 'Storytellers' Meet J&K Reconstitutes UT Project Group J&K: Heavy Vehicles Banned on Nau Devi... Bhopal Constable Abducted, Assaulted Mumbai Metro Introduces Short-Loop Ser... Mumbai Arrests UP Man With Firearms
11 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંપ્રત સંસ્થા ખાતે ગીરનાર લાયન્સ ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો.

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 Aug 2026, 05:44 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંપ્રત સંસ્થા ખાતે ગીરનાર લાયન્સ ક્લબ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો.

સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – જુનાગઢ ( અતિ ગંભીર અનાથ દિવ્યાંગો માટેની સંસ્થા) સંસ્થા ખાતે આજે તારીખ 08-08-2026 ના રોજ જુનાગઢ ગીરનાર લાયન્સ ક્લબ દ્વારા બે અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવેલ. ૧. વૃક્ષારોપણ અને ૨. ભોજન સેવા કાર્યક્રમનું આયોજન કરેલ. આ કાર્યક્રમમાં અંતર્ગત ગીરનાર લાયન્સ ક્લબ દ્વારા સંસ્થામાં નિવાસ કરતાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોને મિષ્ટાન ભોજન પણ આપવામાં આવેલ. સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમારને ગીરનાર લાયન્સ ક્લબ દ્વારા મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ. સાથે સંસ્થાના પટાંગણમાં ફળ ઝાડ રોપી વૃક્ષારોપણ કરવામાં આવેલ. જેમાં આંબાના ઝાડનું રોપણ કરેલ. જેથી ભવિષ્યમાં સંસ્થાના બાળકોને ઉપયોગી થઈ શકે.
આ તકે ગીરનાર લાયન્સ કલબના પ્રમુખ કમલેશ દોશી સાહેબ , મેમ્બર રાજુભાઈ ભોજાણી , ગીરીશભાઈ મશરૂ વગેરે તમામ મેમ્બર ખાસ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
📲Get App