🔥 ट्रेंडिंग पालीगंज व्यवहार न्यायालय के कर्मचारियो... अरिज़ोना में हुई हत्या के मामले में भा... जम्मू में दुर्घटना: डिप्टी सीएम की काफ... दिल्ली ट्रिब्यूनल ने यूपी सड़क दुर्घटन... पूर्व अतिक अहमद के सबसे छोटे बेटे अबन... नयनतरा ने भाग लिया विवादास्पद प्रचार क...
09 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

નલિયા: જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા ખાતે નવોદય સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

✍️ रिपोर्टर: Pravin Sanjot 🗓 08 अग. 2026, 02:56 PM 👁 27
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નલિયાના ડુમરા ખાતે આવેલ પીએમ જવાહર નવોદય વિદ્યાલયમાં નવોદય સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા અને તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

નલિયા: પીએમ જવાહર નવોદય વિદ્યાલય, ડુમરા ખાતે નવોદય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. નવોદય વિદ્યાલય સમિતિના નિર્દેશ અનુસાર આયોજિત આ કાર્યક્રમમાં પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દિનેશભાઈ સંજોટ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત શાળાના આચાર્ય પ્રતિભાસિંઘ દ્વારા મુખ્ય અતિથિઓનું સ્વાગત કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ આકર્ષક સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરીને સૌનું મનોરંજન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્તરે શાળાનું ગૌરવ વધારનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિ દિનેશભાઈ સંજોટ ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંબોધતા પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવોદય વિદ્યાલયની સ્થાપનાનું મહત્વ, તેના સંચાલન અને ગતિવિધિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવાનો હતો.
📲Get App