🔥 TRENDING Indian Student Arrested in Germany Ove... Jammu Accident: Deputy CM’s Convoy Veh... Delhi Tribunal Grants ₹44 Lakh Compens... Youngest Son of Late Atiq Ahmed, Aban,... Nayanthara Attends Controversial Promo... Four Die in Helicopter Crash over Rio...
09 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

શિક્ષણ

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 08 Aug 2026, 11:50 AM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શિક્ષણ

વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
Y S ARTS AND K S SHAH COMMERCE COLLEGE, DEVGADH BARIA ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા, કલા, લોકજીવન અને વારસાની ઓળખ તથા તેના જતન અંગે જાગૃતિ લાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ ઇતિહાસ, પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસાની માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં લોકનૃત્ય, ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા.
કોલેજના પ્રિન્સિપાલ એમ એન ગોહિલ સાહેબે આદિવાસી સમાજના શિક્ષણ, વિકાસ અને રાષ્ટ્રનિર્માણમાં રહેલા મહત્વના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું. તથા આર બી પટેલ તથા ડી એમ વણકર તથા એમ સી નિસરતા તથા પુષ્પાબેન ગોઠડિયા આદિવાસી સંસ્કૃતિ વિશે સમજાવવામાં આવ્યું.આ કાર્યક્રમમાં કોલેજના સેક્રેટરી એવા વિનુભાઈ મહેતાએ હાજરી આપી કાર્યક્રમની સુંદરતા વધારી. કાર્યક્રમ દરમિયાન કોલેજના અન્ય અધ્યાપકોએ અને વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યે ગૌરવ તથા સન્માનની ભાવના જોવા મળી હતી.
સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના અંબાલાલ રાઠવા સાહેબ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આર કે પટેલ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને રાષ્ટ્ર તથા સમાજના વિકાસમાં સૌ સાથે મળીને યોગદાન આપવાનો સંકલ્પ લેવામાં આવ્યો.
📲Get App