🔥 ट्रेंडिंग બોરીદ્રા પ્રાથમિક શાળામાં આદિવાસી સંસ્... सिद्धु जॉननलागड्डा की पहली वेब सीरीज़... न्यूज़18 ने 7-9 अगस्त 2026 के लिए नया... रामायण फिल्म 6 नवंबर को भारत में रिलीज... टीवीगाइड.कॉम ने अगस्त 2026 के लिए 58 स... रामायण फ़िल्म का भारत में रिलीज़, वैश्...
08 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત "મહિલા કલ્યાણ દિવસ" ની ઉજવણી થઈ*

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 08 अग. 2026, 09:40 AM 👁 36
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત "મહિલા કલ્યાણ દિવસ" ની ઉજવણી થઈ*

*રાજુલામાં નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત "મહિલા કલ્યાણ દિવસ" ની ઉજવણી થઈ*
૦૦૦૦૦
*વહાલી દીકરી યોજના મંજૂરી હુકમ તથા દીકરી વધામણા કિટનું વિતરણ કરવામાં આવ્યું*
૦૦૦૦૦૦૦
*અમરેલી, તા. ૭ ઓગસ્ટ, ૨૦૨૬ -* નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત આજે રાજુલા ખાતે મહિલા કલ્યાણ દિવસ નિમિત્તે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ દ્વારા મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણજરીયાના માર્ગદર્શન હેઠળ જી.એસ.સી.એલ. ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અને મહિલા સશક્તિકરણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજુલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મધુબેન હિંમતભાઈ બલધારિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શૈલેષભાઈ કણજરીયા, જી.એસ.સી.એલ.ના સીએસઆર હેડ રમેશભાઈ મકવાણા, સિનિયર મેનેજર રવિભાઈ સોલંકી, પ્રોજેક્ટ મેનેજર હર્ષિકભાઈ કાલાવતર, જીવાભાઈ મોરી, ભરતભાઈ, એડવોકેટ વિદ્યાબેન લાલવાણી, ફિમેલ હેલ્થ વર્કર રીટાબેન ગોસ્વામી, મુખ્ય સેવિકા ભગવતીબેન, કિર્તી બહેન અમરેલીયા, વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ મહિલા જાગૃતિ, મહિલા કલ્યાણ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ તથા દીકરી વધામણા કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

નારી સશક્તિકરણ અને મહિલાઓના સર્વાંગી વિકાસના ઉદ્દેશ સાથે યોજાયેલ આ જાગૃતિ શિબિરે ઉપસ્થિત મહિલાઓમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ તેમના અધિકારો અંગે માહિતગાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
📲Get App