🔥 TRENDING दानापुर पुलिस ने भारी मात्रा में विदेश... શિક્ષણ AI Creates Viral Video of Tom Holland... Raj Eshwar Wraps Up 10 Vertical Drama... Varun Tej’s Horror‑Comedy ‘Korean Kana... Christopher Nolan’s 'The Odyssey' Surp...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વાહન પર પોલીસ કે રાજકીય પક્ષની બિનઅધિકૃત પ્લેટ લગાવનાર સામે કડક કાર્યવાહી થશે: જુનાગઢ ડી.વાય.એસ.પી.

✍️ Reporter: Samir Bhalodiya 🗓 07 Aug 2026, 08:26 AM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખાનગી વાહનો પર પોલીસ, રાજકીય પક્ષ, અન્ય પ્રકારની બિનઅધિકૃત ઓળખ દર્શાવતી પ્લેટો અને સ્ટિકરો લગાવવાના વધતા ચલણને ધ્યાનમાં રાખીને જુનાગઢ ડી.વાય.એસ.પી.એ નાગરિકોને ચેતવણી આપી

વાહન પર પોલીસ કે રાજકીય પક્ષની બિનઅધિકૃત પ્લેટ લગાવનાર સામે કડક કાર્યવાહી થશે: જુનાગઢ ડી.વાય.એસ.પી.
ખાનગી વાહનો પર પોલીસ, રાજકીય પક્ષ, પ્રેસ અથવા અન્ય પ્રકારની બિનઅધિકૃત ઓળખ દર્શાવતી પ્લેટો અને સ્ટિકરો લગાવવાના વધતા ચલણને ધ્યાનમાં રાખીને જુનાગઢ ડી.વાય.એસ.પી.એ નાગરિકોને ચેતવણી આપી છે.
પ્રેસ નોંધમાં જણાવ્યા મુજબ, કોઈપણ ખાનગી વાહન પર કાયદેસર મંજૂરી વિના પોલીસ, રાજકીય પક્ષ, અન્ય ઓળખ દર્શાવતી પ્લેટ લગાવવી મોટર વાહન અધિનિયમ તથા સંબંધિત નિયમોનો ભંગ ગણાશે. આવા વાહનો સામે નિયમો મુજબ દંડ સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો સામાન્ય નાગરિકો પર પ્રભાવ પાડવા, ખોટી ઓળખ ઉભી કરવા અથવા વિશેષ સવલત મેળવવાના હેતુથી આવી બિનઅધિકૃત પ્લેટો લગાવતા હોય છે, જે કાયદેસર નથી.
ડી.વાય.એસ.પી.એ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનો પર માત્ર સરકાર દ્વારા માન્ય નંબર પ્લેટ જ રાખે અને કોઈપણ પ્રકારની બિનઅધિકૃત પ્લેટ અથવા સ્ટિકરનો ઉપયોગ ન કરે. ટ્રાફિક નિયમોનું પાલન કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે.
પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
📲Get App