🔥 ट्रेंडिंग मुंबई के कॉस्टल रोड ब्रिज से BMW गिरी,... कल्याण-डोंबिवली में अभंग पढ़ने पर रोक... शिमला चोरी मामले में यूएस नगर में चार... हिमाचल प्रदेश विश्वविद्यालय के कुलपति... भारत-मंगोलिया संयुक्त सैन्य अभ्यास पिथ... उत्तराखंड के छात्रों ने उत्तर प्रदेश व...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ગુજરાત પોલીસની કડક મેગા ડ્રાઇવ: બ્લેક ફિલ્મ અને POLICE લખેલા વાહનો સામે 15 દિવસની કાર્યવાહી

✍️ रिपोर्टर: Rangpara Shaileshbhai 🗓 22 सित. 2026, 12:46 AM 👁 15
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં સ્પેશિયલ સોશિયલ ડ્રાઇવ યોજાય છે, જેમાં બ્લેક ફિલ્મ લગાવેલા POLICE લખેલા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા રાજ્યભરની પોલીસને લઈને એક કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

આગામી તા. 21 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યભરમાં સ્પેશિયલ સોશિયલ ડ્રાઇવ યોજાશે. આ ડ્રાઇવ અંતર્ગત જો પોલીસ વિભાગના જ અધિકારીઓ અને કર્મચારીઓના વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવેલી હશે, વાહન પર 'POLICE' કે 'P' લખેલું હશે અથવા નંબર પ્લેટ વગરનું વાહન હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત ગેરકાયદેસર રીતે બ્લેક ફિલ્મનું વેચાણ કરતા ગેરેજ, સર્વિસ સેન્ટર, કાર એક્સેસરીઝની દુકાનો અને શો-રૂમ પર દરોડા પાડીને ગેરકાયદેસર સ્ટોક જપ્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશન, પોલીસ લાઇન અને તમામ સરકારી કચેરીઓમાં પણ આ ડ્રાઇવ હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવશે.

ડ્રાઇવ પૂર્ણ થયા બાદ પણ જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતો જણાશે તો ટ્રાફિકના નિયમ મુજબ કાર્યવાહી ઉપરાંત ગેરશિસ્ત અને શિસ્તભંગ બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ડ્રાઇવની કામગીરીનો રિપોર્ટ તા. 6 ઓક્ટોબર સુધીમાં વડી કચેરીએ મોકલી આપવા માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને સૂચના આપવામાં આવી છે.
📲Get App