🔥 ट्रेंडिंग दहरापुरम चुनाव से पहले तमिलनाडु में बॉ... एमपी ने 103 पंचायत पदों के लिए वोट गिन... एमपी ब्रिजेश चौटा ने विटला में 3 टपीडी... ગાડીમાં cMG પુરાવતા લોકો ખાસ આ વીડિયો... हिलसा नगर परिषद (वार्ड नं. 1) में बदहा... 10‑फुट पायथन ने मध्य प्रदेश के लड़की ह...
03 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વાપી ખાતે PM-SETU યોજનાના અમલીકરણ અંગે પત્રકાર પરિષદ યોજી વલસાડ જિલ્લાના યુવાનો માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 03 अक्टू. 2026, 12:04 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વાપી ખાતે PM-SETU યોજનાના અમલીકરણ અંગે પત્રકાર પરિષદ યોજી વલસાડ જિલ્લાના યુવાનો માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી.

ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી આગામી ૫ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લાની ૫ ITIના આધુનિકીકરણ માટે કુલ ₹૨૪૦ કરોડનું રોકાણ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ₹૧૨૦ કરોડ, રાજ્ય સરકાર દ્વારા ₹૮૦ કરોડ અને સ્થાનિક ઉદ્યોગોના સહયોગથી ₹૪૦ કરોડનું યોગદાન આપવામાં આવશે.

આ યોજનાના માધ્યમથી ITIમાં AI, એરોસ્પેસ, સેમિકન્ડક્ટર, સોલાર એનર્જી, ડ્રોન, રોબોટિક્સ સહિતના આધુનિક કૌશલ્ય આધારિત અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ, ઓન-ધ-જોબ ટ્રેનિંગ અને અપ્રેન્ટિસશિપની તકો સાથે યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય પ્રાપ્ત થશે.

વલસાડના ઉદ્યોગ જગતના સહયોગથી આ પહેલ યુવાનોને સ્થાનિક સ્તરે જ ઉચ્ચ ગુણવત્તાની તાલીમ, રોજગાર અને સ્વરોજગારની નવી તકો ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ બનશે.
📲Get App