🔥 ट्रेंडिंग ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મ... कर्नाटक अधिकारी पर हमला, बांग्लादेश व... महाराष्ट्र FDA प्रमुख पर स्टाफ कमी की... पतनजी आयुर्वेद ने मैग्मा जनरल इंश्योरे... गडकरि ने संसद में इथेनॉल ब्लेंडिंग के... केरल निगरानी ब्यूरो ने सीएम सतहीसन के...
30 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભાવનગરમાં PM ઇ-બસ સેવામાં મોટો ખેલ: નકલી નોટો આપીને મુસાફરી કરતા ઠગ્સ, કંડક્ટરોને નુકસાન
स्थानीय

ભાવનગરમાં PM ઇ-બસ સેવામાં મોટો ખેલ: નકલી નોટો આપીને મુસાફરી કરતા ઠગ્સ, કંડક્ટરોને નુકસાન

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 30 जुल. 2026, 11:51 AM 👁 26

ભાવનગર શહેરમાં PM ઇ-બસ સેવામાં મુસાફરોની ભારે ભીડનો લાભ લઈને કેટલાક શખ્સો દ્વારા ડુપ્લીકેટ (નકલી) ચલણી નોટો ચલાવવામાં આવી રહી છે.

મુસાફરોની ભારે ભીડનો ગેરલાભ લઈને ગજાબાર ઠગાઈ કરતા શખ્સો સક્રિય.
કંડક્ટરોએ પોતાના પગારમાંથી નુકસાનની ભરપાઈ કરવી પડી રહી છે.
ભાવનગર શહેરની જાહેર પરિવહન વ્યવસ્થામાં સુરક્ષા સામે ઉઠ્યા સવાલો

ભાવનગર શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી અત્યાધુનિક PM ઇ-બસ સેવામાં મુસાફરોની ભારે ભીડનો ગેરલાભ લઈ કેટલાક ઇસમો દ્વારા ડુપ્લીકેટ (ખોટી) ચલણી નોટો ચલાવવામાં આવી રહી હોવાના બનાવો સામે આવ્યા છે. આ ઘટનાઓને કારણે જાહેર પરિવહન વ્યવસ્થા અને તંત્રમાં ભારે ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

બસમાં મુસાફરોની ભારે ભીડને કારણે નોટોની તાત્કાલિક ચકાસણી કરવી શક્ય બનતી નથી. જેનો ફાયદો ઉઠાવીને બદમાશો નકલી નોટો આપીને ટિકિટ મેળવી રહ્યા છે. બાદમાં દિવસના અંતે હિસાબ કરતી વખતે નોટો શંકાસ્પદ કે ડુપ્લીકેટ હોવાનું ધ્યાને આવે છે, ત્યારે તે નાણાકીય નુકસાનની ભરપાઈ કંડક્ટરોએ પોતાના ખિસ્સામાંથી અથવા પગારમાંથી કરવી પડી રહી છે.

કંડક્ટરોમાં રોષ અને સાવચેતી:
જાહેર પરિવહન સેવામાં આ પ્રકારે ડુપ્લીકેટ નોટો ચલાવવાની ઘટનાઓ માત્ર કર્મચારીઓને આર્થિક નુકસાન નથી પહોંચાડી રહી, પરંતુ સમગ્ર બસ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ સવાલિયા નિશાન ખડા કરી રહી છે. ઉપરોક્ત બે બનાવો સામે આવ્યા બાદ હવે ભાવનગરના તમામ PM ઇ-બસના કંડક્ટરો ભારે સાવધ થઈ ગયા છે અને મુસાફરો પાસેથી નાણાં સ્વીકારતી વખતે વધારાની તકેદારી રાખી રહ્યા છે.
📲Get App