🔥 ट्रेंडिंग दावणगेरे में दस छात्रों ने कपड़ा व्याप... मंत्रालयों ने उद्याम डेटा साझा करने का... इंस्टाग्राम क्रिएटर इकॉनमी की वृद्धि स... इकनॉमिक टाइम्स ने भारतीय सीईओ के लिए स... यूट्यूब क्रिएटर अर्थव्यवस्था ने 2025 म... भारत दुनिया की सबसे तेजी से बढ़ती प्रम...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાદરવી પૂનમના મહામેળામાં NSS બાસ્પા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ યજ્ઞ સેવા કેમ્પોનું સન્માન

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 30 सित. 2026, 07:28 AM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના મહામેળામાં NSS બાસ્પા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ યજ્ઞ સેવા કેમ્પોનું સન્માન

ભાદરવી પૂનમના મહામેળામાં NSS બાસ્પા દ્વારા પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ યજ્ઞ સેવા કેમ્પોનું સન્માન

ભાદરવી પૂનમના પવિત્ર મહામેળામાં મા અંબાના ધામ તરફ જતા પદયાત્રીઓની સેવા સાથે પર્યાવરણ જતનનો અનેરો સંગમ જોવા મળ્યો શ્રી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણના NSS વિભાગના દિશાનિર્દેશ હેઠળ મહર્ષિ દયાનંદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-બાસ્પાના ઉત્સાહી સ્વયંસેવકો દ્વારા તારીખ. ૨૨ અને ૨૩ ના રોજ હારીજ થી અડીયા માર્ગ પર પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
પર્યાવરણની રક્ષા કાજે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવાના સંદેશ સાથે સ્વયંસેવકોએ સેવા કેમ્પોમાં સ્ટીલની પાલીઓ અને માટીના કલાત્મક કુલ્હડનું વિતરણ કરી પરંપરાગત તથા પ્રકૃતિપ્રેમી સંસ્કૃતિને પુનર્જીવિત કરી હતી
આ ભગીરથ કાર્યમાં સાથ આપનાર બોરતવાડાના નર્મદેશ્વર મહાદેવ સેવાકેમ્પ આયોજક ચૌધરી ચિરાગભાઈ ચૌધરી નિલેશભાઈ તેમજ અડિયાના દુધેશ્વર મહાદેવ સેવાકેમ્પ આયોજક મહંત શ્રી ગજાનંદગીરીજી પટેલ મહેશભાઈ પટેલ સંદીપભાઈ ને પ્રશંસાપત્ર અને ખેસ અર્પણ કરી ભાવભર્યું સન્માન કરાયું હતું.
HNGU ના NSS કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર સાહેબના સબળ માર્ગદર્શન હેઠળ આચાર્ય દિનેશભાઈ ડોડીયા તથા પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પાર્થ પ્રજાપતિના કુશળ નેતૃત્વમાં આ જાગૃતિ યજ્ઞ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
📲Get App