Crime
સુરતમાં "NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ 3.43 લાખનો ગાંજો ઝડપાયો,બે ઝડપાયા..
સુરત શહેર પોલીસ દ્વારા "NO DRUGS IN SURAT CITY" અભિયાન અંતર્ગત સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..
સુરત શહેરના સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશન દ્વારા "NO DRUGS IN SURAT CITY" અભિયાન હેઠળ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. ૨૪/૦૬/૨૦૨૬ના રોજ, પોલીસે સચીન જીઆઇડીસી વિસ્તારમાંથી બે આરોપીઓને કુલ ૬.૮૭૦ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. આ ગાંજાની કિંમત રૂપિયા ૩,૪૩,૦૦૦/- આંકવામાં આવી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી સચીન જીઆઇડીસીના તલંગપુર રોડ પર આવેલા સરદાર નગર રો હાઉસના મકાન નંબર ૧૦૦ ના પહેલા માળેથી કરવામાં આવી હતી. આરોપી સંજુબેન સ્વાઈન અને અંકિત મિશ્રાના કબજામાંથી આ માદક પદાર્થ મળી આવ્યો હતો. તેમની પાસેથી કુલ રૂપિયા ૩,૩૫,૫૦૦/- નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે..
ઝડપાયેલા આરોપીઓમાં સંજુબેન ડબલ્યુ/ઓ નરેન્દ્ર સ્વાઈન, ઉંમર ૫ વર્ષ, જે મૂળ ઓરિસ્સાના ગંજમ જિલ્લાના કોદાલા થાનાના નાઈકાનીપલ્લી ગામના રહેવાસી છે અને હાલ સુરતમાં સરદાર નગર રો હાઉસમાં રહે છે. બીજા આરોપી અંકિત એસ/ઓ સંગમ મિશ્રા, ઉંમર ૨૧ વર્ષ, જે મૂળ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના માડા થાનાના ટીકાપુરબજાર ગામના રહેવાસી છે અને હાલ સુરતમાં ન્યુ કૈલાશ નગર, પાલીગામમાં રહે છે.સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં બી પાર્ટ ગુ.ર.નં-૧૧૨૧૦૦૦૨૨૬૩૨૦૮/૨૦૨૬ હેઠળ એનડીપીએસ એક્ટની કલમ-૮(સી), ૨૦(બી)(જી)(બી), ૨૬ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.