🔥 ट्रेंडिंग कर्नाटक HC ने पति की गर्लफ्रेंड को पत्... सुप्रीम कोर्ट ने कर्नाटक से तमिलनाडु क... अमेरिकी राजदूत सेर्गियो गोर ने राजस्था... भजन लाल शर्मा के निर्णायक कदम से भाजपा... राजस्थान में युध अभ्यास 2026 में भारत‑... સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ઈડર પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
अपराध

ઈડર પોલીસે NDPS એક્ટ હેઠળ છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: Zala axaratirthsinh 🗓 04 सित. 2026, 02:16 PM 👁 34
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાનના આબુરોડના ગુનેગારને ઈડર પોલીસે વિજયનગર ત્રણ રસ્તા પાસેથી દબોચી લીધો છે.

સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ઈડર પોલીસ ટીમને મોટી સફળતા સાંપડી છે. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટના ગંભીર ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો આરોપી નમોનારાયણ ઉર્ફે હરસિદ્ધ ભાટીને ઈડર સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ અને ચોક્કસ બાતમીના આધારે વિજયનગર ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યો છે.

ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ તથા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા નાસતા ફરતા ગુનેગારોને પકડવા આપેલી સુચનાના આધારે ઈડર ડીવાયએસપી સ્મિત ગોહીલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

આરોપી નમોનારાયણ ઉર્ફે હરસિદ્ધ ભાટી રાજસ્થાનના આબુરોડનો રહેવાસી છે અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ હતો. ઈડર પોલીસે તેને સફળતાપૂર્વક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App