🔥 TRENDING Car Plunges into Ditch in Uttarkashi,... Uttarakhand CM Pushkar Singh Dhami rai... Magnitude 2.9 quake rattles Faridabad,... Magnitude 2.9 Earthquake Shakes Parts... Janjgir Police Arrest BDG Gambling App... Chhattisgarh CM Vishnu Deo Sai calls C...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

nager palik

✍️ Reporter: Soni Hemantkumar Vinodlal 🗓 06 Nov 2026, 04:08 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

s 📢 દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા

📢 દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભામાં ઐતિહાસિક અને જનહિતલક્ષી નિર્ણયો

આજે તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૬ના રોજ દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં નગરના વિકાસ, જનહિત અને નાગરિકોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા હતા.

🔹 ઉપરવાસના મકાનોને કાયમી માલિકી હક આપવા અંગે ઐતિહાસિક ઠરાવ

નગરમાં ઉપરવાસના મકાનો ધરાવતા નાગરિકોને સરકારના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ જરૂરી નાણાં ભરપાઈ કરાવી કાયમી માલિકી હક પ્રાપ્ત થાય તે માટે સરકાર સમક્ષ દરખાસ્ત મોકલવાનો મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણય નગરના અનેક પરિવારો માટે આશાનું નવું કિરણ બની રહેશે.

🔹 ₹૮ કરોડના વિકાસકાર્યોને લીલી ઝંડી

નગરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે કુલ અંદાજિત ₹૮ કરોડના વિવિધ વિકાસકાર્યોને આજે સામાન્ય સભામાં મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકાર્યો નગરની સુવિધાઓ અને માળખાકીય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

🔹 લાઈટ વિભાગ માટે નવીન સ્કાયલિફ્ટનું લોકાર્પણ

નગરપાલિકાના લાઈટ વિભાગને લાંબા સમયથી પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે નવીન ઇલેક્ટ્રિક સ્કાયલિફ્ટનું આજે લોકાર્પણ કરી નગરસેવા માટે ખુલ્લી મૂકવામાં આવી છે. આ સાધનથી વીજળી સંબંધિત કામગીરી વધુ ઝડપી, સુરક્ષિત અને કાર્યક્ષમ બનશે.

🔹 ભ્રષ્ટાચાર અંગે વિજિલન્સ તપાસની માંગ

નગરમાં પાણી, વીજળી, સફાઈ, મકાન સહિતના વિવિધ મુદ્દાઓ અને અગાઉના ભ્રષ્ટાચારના આક્ષેપોને ધ્યાનમાં રાખીને વિજિલન્સ તપાસની માંગ કરવા બાબતે સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. પારદર્શક વહીવટ અને જવાબદારી સુનિશ્ચિત કરવા આ એક મહત્વપૂર્ણ પગલું છે.

દેવગઢ બારિયા નગરપાલિકા નાગરિકોના હિત, પારદર્શક વહીવટ અને નગરના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.

સૌનો સાથ • સૌનો સહકાર • દેવગઢ બારિયાનો વિકાસ

— નગરપાલિકા પ્રમુખ
ધર્મેશ કલાલ
દેવગઢ બારિયા નગરપાલિકા
📲Get App