🔥 TRENDING ISL 2026‑27 Launches with Double‑Heade... Tajinderpal Singh Toor Wins Silver in... Telangana Prepares for Heatwave as Tem... Karnataka Rice Prices Surge, Federatio... Odisha CM Majhi Distributes 1,101 Job... ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਭਾਜਪਾ ਵੱਲੋਂ ਨਸ਼ਿਆਂ ਵਿਰ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

સુરત અને દક્ષિણ ગુજરાતના MSME ટેક્સટાઇલ સેક્ટર પર ક્રૂડ ઓઇલના ભાવ વધારાની ગંભીર અસર

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 08:34 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

છેલ્લા 6-8 મહિનાથી ક્રૂડ ઓઇલના ભાવોમાં જોવા મળતી મોટી વધઘટને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતના MSME ટેક્સટાઇલ ઉદ્યોગકારો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કાચા માલના ભાવમાં સતત ઉછાળો આવતા સ્થાનિક વીવર્સ અને નાના વેપારીઓ પર ગંભીર અસર પડી રહી છે.

છેલ્લા 6 થી 8 મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવોમાં સતત મોટી વધઘટ જોવા મળી રહી છે. આ વૈશ્વિક અસરોની સીધી અને ગંભીર અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતના MSME ટેક્સટાઇલ સેક્ટર પર પડી રહી છે. ક્રૂડના ભાવોના નામે કાચા માલના ભાવોમાં આવતા સતત ઉછાળાના કારણે સ્થાનિક વીવર્સ અને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના વેપારીઓ ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના મુખ્ય કાચા માલ એવા યાર્નની ઉત્પાદન પ્રક્રિયા સીધી રીતે ક્રૂડ ઓઇલ પર આધારિત છે. ક્રૂડ ઓઇલમાંથી પ્રોસેસ થઈને MEA અને PTA બને છે, જેના થકી ફાઇનલ પ્રોડક્ટ તરીકે FDY, DTY અને POY યાર્ન તૈયાર થાય છે. આ આખી ચેઇનમાં ક્રૂડના ભાવોની વધઘટને આગળ ધરીને ઘણા મોટા ઉદ્યોગકારો આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. તેઓ વધુ નફો કમાવવાના હેતુથી યાર્નના ભાવોમાં સતત કૃત્રિમ વધારો કરી રહ્યા છે.

આ ગંભીર મુદ્દે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ રવિ દેસાઈએ જણાવ્યું હતું કે, "યાર્નના ભાવોને કંટ્રોલ કરવા અને મોનિટરિંગ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવા માટે ચેમ્બરે સરકારશ્રીને પત્રો લખ્યા છે. સાથે જ સરકાર સાથે બેક-ટુ-બેક ઘણી મીટિંગો પણ કરી છે. એક ચોક્કસ ડેલ્ટાથી જ ભાવ વધારો થાય અને ક્રૂડ ઓઇલના ફ્લક્ચુએશનને ધ્યાનમાં રાખીને જ ભાવ નક્કી થાય તે માટેની આખી એક મિકેનિઝમ અમે સરકારના અધિકારીશ્રીઓ સાથે મળીને બનાવી છે."
📲Get App