🔥 ट्रेंडिंग વાંસદાની કુમાર શાળા પાસે ગંદકીનો ઢગલો:... મહુવા સુગર ફેક્ટરીના ડિસ્ટિલરી વિભાગને... फतेहगढ़ उपखंड में आज सुबह 11 बजे होगी... અંબાજી डेमोक्रेटिक पार्टी के अध्यक्ष एम.के. स... 300 साल पुरानी तमिलनाडु कला को नई जान:...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વીરપુરમાં MPના પરિવારની અદભુત કરતબોથી ભીડ ભેગી, જીવન ગુજરાન માટે માર્ગો પર પ્રદર્શન
स्थानीय

વીરપુરમાં MPના પરિવારની અદભુત કરતબોથી ભીડ ભેગી, જીવન ગુજરાન માટે માર્ગો પર પ્રદર્શન

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 30 अग. 2026, 10:44 AM 👁 55
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના વીરપુરમાં MPથી આવેલા પરિવાર જાહેર માર્ગો અને બજારોમાં જોખમી કરતબ રજૂ કરી લોકોનું ધ્યાન ખેંચી રહ્યા છે, અને આ પ્રદર્શનોથી તેઓ પોતાનું જીવન ચલાવી રહ્યા છે.

MPથી આવેલ પરિવાર વીરપુરના જાહેર માર્ગો અને બજારોમાં અવનવા જોખમી અને આશ્ચર્યજનક ખેલ રજૂ કરી રહ્યો છે, જેને જોવા માટે લોકોના ટોળા પણ એકત્રિત થાય છે.

એક વ્યક્તિ બે ઊંચા લાકડાના દંડા ઉપર સંતુલન જાળવી પગના બદલે લાકડાના સહારે ચાલવાનો કરતબ કરી રહ્યો હતો, જ્યારે તેની સાથે રહેલા નાના બાળક દ્વારા પણ અદભુત શારીરિક લચીલાપણું દર્શાવતા કરતબ રજૂ કરવામાં આવ્યા હતા.

નાના બાળક દ્વારા ગોળ આકારની નાની રિંગમાંથી પોતાના આખા શરીરને અલગ-અલગ રીતે પસાર કરવાનો અનોખો ખેલ બતાવવામાં આવ્યો હતો, અને દોરડા પર સંતુલન જાળવીને ચાલવાનો કરતબ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો પણ થોભી ગયા અને સૌ કોઈ આશ્ચર્યચકિત બન્યા.

પરિવારના સભ્યો આવા કરતબ અને ખેલ બતાવી મળતી આવકમાંથી પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે, અને નાના બાળકની ઉંમર હોવા છતાં તેની અદભુત કળા અને સંતુલન જોઈ લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું.
📲Get App