🔥 TRENDING Bihar's Cinema Breakthrough: 'The Vvaa... Kishor Declares He Won't Seek 2029 Vot... मुरबाडमध्ये चेन स्नॅचिंग करताना आरोपी... Congress leaders meet family of IIT‑Bo... Youth Protest BJP Rule, Vow to Continu... Earthquake Hits Maharashtra, NCS Confi...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં સિમ્ગા સ્કૂલ નજીકથી MD ડ્રગ્સ સાથે બે પેડલર ઝડપાયા

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 03 Oct 2026, 07:04 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં શિક્ષણના ધામ નજીક ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર ચાલતો હોવાની ઘટના સામે આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસથી માત્ર 100 મીટર દૂર આવેલી સિમ્ગા સ્કૂલ પાસેથી બે ડ્રગ્સ પેડલરોને 16 ગ્રામથી વધુ MD ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ઓફિસથી માત્ર 100 મીટર દૂર અને સગરામપુરા વિસ્તારમાં આવેલી સિમ્ગા સ્કૂલ પાસેથી જ બે ડ્રગ્સ પેડલરો પકડાયા છે. શિક્ષણના ધામ એવી સ્કૂલની નજીક આ રીતે નશાનો ખુલ્લેઆમ કારોબાર ચાલતો હોવાથી વાલીઓમાં પણ ચિંતાનો માહોલ છે.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને આ બંને ડ્રગ્સ પેડલરોને જાહેર રોડ પરથી જ દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, સગરામપુરા, ક્ષેત્રપાળ દાદા મંદિર રોડ તરફથી સિમ્ગા સ્કુલ તરફ જવાના રોડ પર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે.

આ હકીકતના આધારે પોલીસે ગઈકાલે રાત્રે વોચ ગોઠવીને બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગેરકાયદેસર પ્રતિબંધિત 16.690 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત અંદાજે 50,070 રૂપિયા થાય છે. પોલીસે ડ્રગ્સ, ઈલેક્ટ્રિક વાહન અને અન્ય સામાન મળીને કુલ 1,96,270 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
📲Get App