સાવરકુંડલા-રાજુલા હાઈવે પર LPG ટેન્કર પલટી મારવાની ઘટનામાં અમરેલી તથા સાવરકુંડલા ફાયર ટીમની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

અમરેલી, તા. 25/10/2026
તારીખ 25/10/2026 ના રોજ બપોરે 12:30 કલાકે અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે સાવરકુંડલા ફાયર ટીમ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સાવરકુંડલા થી રાજુલા હાઈવે પર જાબાળ અને આંબરડી વચ્ચે LPG ગેસ ભરેલ ટેન્કર નંબર RJ 03 GA 8239 પલટી મારી ગયું છે.
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ અને સાવરકુંડલા ફાયર ટીમ તાત્કાલિક 1-1 વોટર બાઉઝર સાથે ઘટના સ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા સમગ્ર એરિયાને કોર્ડન કરવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રેન ન આવે ત્યાં સુધી સતત કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સાંજે 18:20 કલાકે ક્રેનની મદદથી પલટી ગયેલા ટેન્કરને પુનઃ રોડ પર વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવામાં આવ્યું હતું. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. ફાયર વિભાગની સમયસરની અને સતર્ક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
*આ કામગીરી કરનાર અમરેલી ફાયર સ્ટાફ:*
1. ભગવતસિંહ ગોહિલ
2. સવજીભાઈ ડાભી
3. કૃષ્ણભાઈ ઓળકિયા
4. ધવલભાઈ ચાવડા
*સાવરકુંડલા ફાયર વિભાગ:*
1. જયરાજભાઈ ખુમાણ
2. પ્રદીપભાઈ
3. રવિભાઈ જેબલીયા