🔥 TRENDING One‑Year‑Old in Ajmer Undergoes 4‑Hour... Aksmat मालाखेड़ा में रानीखेत ट्रेन के ठहराव क... સાબરકાંઠામાં DGP કપ એથ્લેટિક્સ અને સાય... ગણેશ વિસર્જન સમયે જૂની અદાવતે બે જૂથો... Supreme Court Declines to Intervene in...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભરૂચ LCBનો મોટો પર્દાફાસ: પાનોલી GIDCમાંથી કેમિકલ વેસ્ટનું ગેરકાયદેસર ડમ્પિંગ ઝડપાયું, 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 28 Sep 2026, 07:45 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ LCBએ પાનોલી GIDC વિસ્તારમાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ઠાલવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વર નજીક ખુલ્લા ખેતરમાં ઝેરી કેમિકલ ઠાલવતા બે હાઇવા ટ્રક અને બે ડ્રાઇવરોને ઝડપી લેવાયા છે.

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પાનોલી GIDC વિસ્તારમાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ ઠાલવવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં ખાડો ખોદીને ઝેરી અને તીવ્ર દુર્ગંધ મારતો કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવી રહ્યો હતો, જ્યાં પોલીસે દરોડો પાડીને બે હાઇવા ટ્રક સાથે બે ડ્રાઇવરોને રંગેહાથ ઝડપી લીધા છે.

પોલીસે સ્થળ પરથી બે હાઇવા ટ્રકના ચાલકો ઝકરિયા ફારૂક પટેલ અને નરેશ ઉર્ફે હીરા રમેશ વસાવાની અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઇવરોએ કબૂલાત કરી હતી કે આ કેમિકલ વેસ્ટનો જથ્થો ફયાઝ સગરે 'ચિદાકાશ એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીમાંથી ભરાવી આપ્યો હતો.

ઘટનાની ગંભીરતાને જોતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. અધિકારીઓની હાજરીમાં ટ્રક અને કંપની બંનેમાંથી કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા છે, જેને વધુ તપાસ માટે લેબોરેટરી અને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) માં મોકલવામાં આવ્યા છે.

પોલીસે કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 20.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાના અહેવાલો છે. આ મામલે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ જવાબદાર કંપની અને તેના માલિકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
📲Get App