🔥 TRENDING રાજકોટ સિવિલ હોસિ્પટલમાં વધુ એક બેદરકા... लक्सर शुगर मिल में 2026‑27 पेराई सत्र... Hyderabad Weather: Rain in Suryapet, K... IMD Forecast: Dense Fog in North, Heav... O Manase Releases One-Hour Special Epi... जहानाबाद शहर के शिवाजीपथ के पास कपड़े...
26 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અરવલ્લી LCB દ્વારા વિદેશી દારૂ ભરેલી CNG રિક્ષા ઝડપાઈ,2.76 લાખનો મુદ્દામાલ કબજે..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 26 Nov 2026, 01:37 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અરવલ્લી LCB ની ટીમે સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1008 બોટલ અને ટીન સાથે એક CNG રિક્ષા કબજે કરી છે.આ દારૂનો જથ્થો અંદાજે 2.76 લાખ રૂપિયાનો છે..

અરવલ્લીમાં-:
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના નિર્દેશોના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.આ અંતર્ગત LCB ની ટીમ સાઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.પેટ્રોલિંગ દરમિયાન બોરડી ગામ પાસે તાલોદ તરફથી આવતી એક શંકાસ્પદ CNG રિક્ષાને રોકવાનો ઇશારો કરતા ચાલકે રિક્ષા ઉભી રાખી નહોતી.ચાલકે રિક્ષાને બોરડી ગામ તરફ ભગાવી હતી.પોલીસે પીછો કરતાં ચાલકે રિક્ષાને બોરડીથી ડેમાઈ જવાના રસ્તા પર રોડની સાઈડમાં ઉભી રાખી અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો..

તપાસ કરતાં GJ-31-X-7022 નંબરની CNG રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1008 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત આશરે 2,76,960 રૂપિયા થાય છે.રિક્ષાની કિંમત 2,00,000 રૂપિયા ગણીને કુલ 4,76,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર થયેલા ચાલક વિરુદ્ધ સાઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં મહિપાલસિંહ એચ ઝાલા પોલીસ ઈન્સપેક્ટર,વી ડી વાઘેલા પોલીસ સબ ઇન્સપેક્ટર,શૈલેશકુમાર કાનજીભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,કરણસિંહ સાલુસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ,ધનરાજસિંહ ગીરવતસિંહ ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ સહિતના LCB ટીમના કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી.
📲Get App