🔥 TRENDING Meghalaya Social Groups Oppose Bank Op... Meghalaya CM Chairs High-Level Meet as... Three Keshav Shiwala Gang Shooters Inj... Four Rajasthan traders killed as car r... BJP's Prasannchand Mehta Elected Jodhp... સુપર અલ-નીનોનું સંકટ: 188 વૈજ્ઞાનિકોએ...
26 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમદાવાદ ગ્રામ્ય LCB દ્વારા પ્રોહીબીશનના 8 ગુનામાં વોન્ટેડ બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર ઝડપાયો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 25 Sep 2026, 11:10 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદ ગ્રામ્ય LCB એ વસ્ત્રાલ વિસ્તારમાંથી પ્રોહીબીશનના 8 ગુનામાં ફરાર બુટલેગર પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુતને ઝડપી પાડ્યો છે. આ બુટલેગર લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો..

અમદાવાદના-:
ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરીને પ્રોહીબીશનના કાયદા હેઠળ નોંધાયેલા 8 ગુનાઓમાં વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુતને ઝડપી પાડ્યો છે.આ આરોપી વસ્ત્રાલ વિસ્તારનો રીઢો બુટલેગર હોવાનું સામે આવ્યું છે અને તે છેલ્લા ઘણા સમયથી પોલીસની પકડથી બચી રહ્યો હતો..

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર LCB ની ટીમે બાતમીના આધારે વસ્ત્રાલ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.આ દરમિયાન તેઓએ પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુતને સફળતાપૂર્વક દબોચી લીધો. આરોપીની ધરપકડ બાદ તેની સામે નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાઓ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપી પ્રકાશ ઉર્ફે બુલુર રાજપુત સામે અગાઉ પણ દારૂની હેરાફેરી અને વેચાણ સંબંધિત અનેક ગુનાઓ નોંધાયેલા છે. તેની ધરપકડથી આવા ગુનાઓમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ પર પણ પોલીસની નજર રહેશે તેવી શક્યતા છે.LCB દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
📲Get App