🔥 TRENDING Aryabhatt Ka Zero Review: Ravi Kishan'... Sham Kaushal Marks 40 Years in Hindi C... Saajan Director Suggests Sanjay Dutt W... Harshvardhan Kapoor Shares New Photos... Ajay Devgn's 72-Photo Gallery Unveiled... Sidharth Malhotra & Kiara Advani Ring...
08 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભાવનગર LCB પોલીસને મોટી સફળતા, શાકભાજીની આડમાં થતી હતી દારૂની હેરાફેરી; 4 લોકો ઝડપાયા

✍️ Reporter: Makvana Jaydip 🗓 08 Aug 2026, 11:30 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. બરવાળા નજીક કાનપર ગામમાં શાકભાજીની આડમાં આવતા દારૂના જથ્થા સાથે 3 શખ્સ સહિત એક મહિલાને ઝડપી લીધી છે જ્યારે 8 લોકો સામે ધોરણસર ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગરમાં દારુ ઘુસાડવા બુટલેગરોનો નવો કિમિયો

ભાવનગર શહેરમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ભાવનગર LCB પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં કાનપુર નજીક વોચમાં હતી. આ દરમિયાન બાતમીને આધારે GJ 01 JT 2103 અશોક લેલન કંપનીનો લોડીંગ વાહનને ઉભો રાખ્યો હતો. આ ટ્રકમાં તપાસ કરવામાં આવતા પોલીસને તેની અંદરથી દારૂની બોટલ (1248) અને બીયર ટીન (1032) મળી આવ્યા હતા. કૂલ 4 ,24,200ની કિંમતનો દારુ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર LCB પોલીસને મોટી સફળતા, શાકભાજીની આડમાં થતી હતી દારૂની હેરાફેરી; 4 લોકો ઝડપાયા

બરવાળા નજીક કાનપર ગામમાં શાકભાજીની આડમાં આવતા દારૂના જથ્થા સાથે 3 શખ્સ સહિત એક મહિલાને ઝડપી લીધી છે.

ભાવનગર LCB પોલીસને મોટી સફળતા

ભાવનગરમાં દારુ ઘુસાડવા બુટલેગરોનો નવો કિમિયો

ભાવનગર શહેરમાં દારૂ ઘૂસાડવા માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવી રહ્યા છે. ભાવનગર LCB પોલીસ ગ્રામ્ય વિસ્તારમાં કાનપુર નજીક વોચમાં હતી. આ દરમિયાન બાતમીને આધારે GJ 01 JT 2103 અશોક લેલન કંપનીનો લોડીંગ વાહનને ઉભો રાખ્યો હતો. આ ટ્રકમાં તપાસ કરવામાં આવતા પોલીસને તેની અંદરથી દારૂની બોટલ (1248) અને બીયર ટીન (1032) મળી આવ્યા હતા. કૂલ 4 ,24,200ની કિંમતનો દારુ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર LCB પોલીસને મોટી સફળતા (ETV Bharat Gujarat)

શાકભાજીની આડમાં આવતો હતો દારૂ

ભાવનગર LCB પોલીસે જ્યારે અશોક લેલન કંપનીના બડા દોસ્ત લોડિંગ વાહનને ઉભો રાખીને તપાસ કરતા તેમાં શાકભાજી ભરેલું હતું. રીંગણા, દૂધી વગેરે જેવા શાકભાજીના પોટલાની આડમાં દારૂ છુપાવેલો હોવાનું પોલીસે શોધી કાઢ્યું હતું અને પોલીસે દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે કુલ ટ્રક, દારૂ મળી કુલ મુદ્દામાલ 9,49,200નો કબ્જે લઈને વલભીપુર પોલીસ સ્ટેશનમાં ધોરણસર આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવનગર LCB પોલીસે શાકભાજીની આડમાં ટ્રકમાં ભરેલા દારૂના જથ્થાની સાથે સરફરાજ વાહિદભાઈ ગોહિલ, રવિભાઈ અમરાભાઇ રાઠોડ, લલીતભાઈ ઉર્ફે લાલો પરસોતમભાઈ જમોડ અને જલ્પાબેન કાળુભાઈ ખેરાળાને ઝડપી લીધા છે. જ્યારે આ ગુનામાં સામેલ સવજીભાઈ બારૈયા, સંજયભાઈ પરમાર અને અજયભાઈ ઉર્ફે ફાંફો ઝડપવાના બાકી છે ત્યારે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App