🔥 ट्रेंडिंग Afghanistan Cricket Team clinches hist... ગાંધીનગર દ્વારા આયોજિત **‘આયુષ મેળો–૨૦... ಮೈಸೂರು ದಸರಾ ಸಿದ್ಧತೆ ಪರಿಶೀಲಿಸಿದ ಶಾಸಕ ಯತ... गिलास छाप की चुनावी हुंकार! सुरेंद्र प... थाना भवन मेले में धार्मिक स्थल के पास... અરવલ્લી જિલ્લા નાં મોડાસા સર્વોદય હાઈ...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠા LCB દ્વારા કટલરીના નામે ઠગાઈ કરતી ગેંગના 3 સભ્યો રૂ. 4 લાખથી વધુ મુદ્દામાલ સાથે ઝડપાયા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 08 अक्टू. 2026, 01:44 PM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યના વિવિધ શહેરોમાં દુકાનદારોને હીપ્નોટાઈઝ કરી ઠગાઈ કરતી ઉત્તરપ્રદેશની અન્સારઅલી બનજારા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને બનાસકાંઠા LCB એ રૂ. ૪,૦૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગ ૧૦ થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે..

બનાસકાંઠા જિલ્લામાં-:
કટલરીનો સામાન સસ્તામાં આપવાના બહાને દુકાનદારોને સંમોહિત કરી ઠગાઈ કરતી ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીની અન્સારઅલી બનજારા ગેંગનો પર્દાફાશ થયો છે.બનાસકાંઠા LCB એ આ ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓને કુલ રૂ. ૪,૦૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.આ ગેંગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના માલણ, વડગામ, પટોસણ ગામો સહિત રાજ્યના ૧૦ થી વધુ સ્થળોએ આવી ઠગાઈ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આરોપીઓમાં અન્સારઅલી સન ઓફ કુદરતસેન નથ્થુ બનજારા (ઉ.વ. ૪૦), સાહીદ દલવીરખાન સમલીયા બનજારા (ઉ.વ. ૩૬) અને મંહમદસગીર સન ઓફ વલીમંહમદ ફઝલ મંહમદ અન્સારી (ઉ.વ. ૪૯) નો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઉત્તરપ્રદેશના લખમીપુર ખીરીના વતની છે, જ્યારે એક આરોપી મહેસાણાનો રહેવાસી છે. આરોપીઓ કટલરીનો વેપાર કરતા હોવાનું અને તેઓ પાર્ટ ટાઈમ અલગ અલગ રાજ્યોમાં રહી સ્થાનિક રિક્ષા ચાલકોની મદદથી દુકાનદારોનો સંપર્ક કરતા હતા..

આરોપીઓ સ્થાનિક ભાષામાં દુકાનદારોને કટલરીનો સામાન ખૂબ જ સસ્તા ભાવે આપવાની લાલચ આપી, તેમને સંમોહિત કરી વધુ પૈસા પડાવી લેતા અને ઓછો માલ આપી છેતરપિંડી કરતા હતા. આ ગેંગ દ્વારા મહેસાણા જિલ્લામાં પણ ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું નોંધાયું છે. LCB એ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી કુલ રૂ. ૪,૦૨,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર કાર્યવાહીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી એમ રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એસ ગઢવી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર બી જાડેજા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર બાબુલાલ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર બળવંતસિહ મોતીસિહ,હેડ કોન્સ્ટેબલ અંકિતકુમાર મોતીભાઈ,પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ધુળાભાઈ, પ્રકાશભાઈ માવજીભાઈ,મુકેશભાઈ શ્રોફ અને આશિષકુમાર કાનજીભાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી હતી.
📲Get App